મોરબીમાં ઘરમાંથી 27 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
SHARE
મોરબીમાં ઘરમાંથી 27 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં રામકુવા વાડી શેરી ત્રાજપર ખારીમાં રહેતા શખ્સનાં ઘરમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેથી ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 27 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 9,369 ની કિંમતનો જથ્થો કબજે કર્યો હતો અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં રામકુવા વાડી શેરીમાં ત્રાજપર ખારીમાં રહેતા નિલેશભાઈ ડાભીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 27 બોટલો મળી આવી હોય પોલીસે 9,369 ની કિંમતનો દારૂ કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી નિલેશભાઈ ભરતભાઈ ડાભી રહે. રામકુવા વાડી શેરી ત્રાજપર ખારી મોરબી વાળો હાજર ન હોવાથી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
એક બોટલ દારૂ
મોરબીની ત્રાજપર ચોકડી પાસે નેશનલ હાઈવે રોડ નજીકથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 562 ની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી નરેન્દ્ર ભગવાનસીંગ કુરમી (32) રહે. હાલ પેડક સોસાયટી વાંકાનેર મૂળ રહે. એમપી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે
એક બોટલ દારૂ
હળવદ અમદાવાદ હાઈવે રોડ પર આવેલ સુખપર ગામ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 696 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી પ્રવીણભાઈ છગનભાઈ પોકાર (32) રહે. વિશ્વાસ-1 સોસાયટી સરા રોડ હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે મહિપાલસિંહ અભેસંગ ગોહિલ રહે. સુખપર તાલુકો હળવદ વાળા પાસેથી દારૂની બોટલ મેળવી હોવાનું સામે આવતા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને મહિપાલસિંહ ગોહિલને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
દેશી દારૂ
મોરબીના મકનસર ગામે રહેતા શખ્સનાં મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 15 લીટર દેશી દારૂ મળી આવતા 3000 રૂપિયાની કિંમતના દારૂના જથ્થાને કબજે કર્યો હતો જો કે, આરોપી હાજર ન હોય આદિ ઉર્ફે કાનો સવજીભાઈ થરેસા રહે. નવા મકનસર પોલીસ ચોકી પાછળ મોરબી વાળા સામે ગુનો નોધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
દેશી દારૂ
મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ પચ્ચીસ વારિયામાં રહેતી મહિલા પાસે દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા 15 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી 3,000 ની કિંમતના દારૂ સાથે મહિલા આરોપી મુસ્કાનબેન હનીફભાઈ કટિયા (25) રહે, પચ્ચીસ વારીયા દલવાડી સર્કલ પાસે મોરબી વાળાની ધરપકડ કરી પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.