મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂ-બિયરની બે અને જુગારની બે રેડ


SHARE





મોરબીમાં દારૂ-બિયરની બે અને જુગારની બે રેડ

મોરબીના જુદાજુદા વિસ્તારમાં વિદેશી દારૂ બીયરની બે રેડ કરી હતી અને જુગારની બે રેડ કરવામાં આવી હતી જેમાં આરોપીઓને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીના ભડીયાદ ગામની સીમમાં આવેલ સોકા સેનેટરી કારખાના પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની ચાર બોટલ મળી આવી હતું જેથી પોલીસે 740 ની કિંમતનોં દારૂનો જથ્થો કબજે કરીને આરોપી પરમજિતસિંઘ રાજેન્દ્રમાન જાટ (26) રહે સીરામીક સીટી એલ- 1 બિલ્ડીંગ લાલપર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. જયારે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સત્ય હોલથી આગળના ભાગમાં પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બિયરના પાંચ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 600 રૂપિયાની કિંમતના બિયરના જથ્થા સાથે આરોપી મુસ્તુફા ઉર્ફે મુસ્તાક ઓસમાણભાઈ સોલંકી (24) રહે. પંચાસર રોડ ભારતપરા ફેજાના મદીના સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

વરલી જુગાર
મોરબીના લાલપર ગામની સીમમાં તાજ નળિયાના કારખાનાની બાજુમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા સત્યેન્દ્રકુમાર શ્યામલાલ યાદવ (30) રહે. લાલપર બાપાસીતારામની મઢુલી પાસે મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 220 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જ્યારે મોરબીના ભડીયાદ રોડ ઉપર નજરબાગ રેલવે સ્ટેશન પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા રોહિતભાઈ મહેશભાઈ વારેવણીયા (20) રહે. સોઓરડી મેઇન રોડ મોરબી વાળો મળી આવ્યો હોય પોલીસે 1000 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝનમાં ગુનો નોંધાયો છે.




Latest News