વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટે ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, બમણી રકમનો દંડ ફટકાર્યો


SHARE







મોરબીની કોર્ટે ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, બમણી રકમનો દંડ ફટકાર્યો

મોરબીની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને ચેકની બમણી રકમનો દંડ ફટકાર્યો છે.

આ કેસની હકીકતો એવી છે કે મોરબીના જગદીશભાઈ ભાણજીભાઈ વડાવીયા પાસેથી લતીપુરા વડોદરાના એગ્રો ફુડસ એક્ષપોર્ટ પ્રા.લિ.ના ડાયરેકટર ઘનશ્યામભાઈ ભાઈલાલભાઈ પટેલે સંબંધ દાવે ૧૪,૨૫,૦૦૦ તેમજ બીજી રકમ પણ કટકે કટકે મેળવી હતી આમ કુલ મળીને ૨૮,૦૭,૦૦૦ હાથ ઉછીના લીધેલહતા તે લેણી રકમની ફરીયાદીએ માંગણી કરતા ઘનશ્યામભાઈફરીયાદીને રૂપીયા ૧૪,૨૫,૦૦૦ ની લેણી રકમનો ચેક ઈસ્યુ કરેલ હતો જે ચેક બેન્કમા જમા કરાવતા તે ચેક રિટર્ન થયો હતો જેથી કરીને ફરીયાદીએ ઘનશ્યામભાઈ સામે મોરબીની કોર્ટમાં વર્ષ ૨૦૨૩ થી નેગો.ઈ. એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદના કામે ઘનશ્યામભાઈ ૪,૨૪,૦૦૦ ચુકવેલ છે ત્યાર બાદની બાકી રકમ ૧૦,૦૧,૦૦૦ ફરીયાદીને ચુકવવામાં આવેલ નથી જેથી ફરીયાદ પક્ષની કાયદાકીય ધારદાર દલીલો કરીને પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા તેને ધ્યાને લઈને મોરબીની કોર્ટે ઘનશ્યામભાઈ પટેલને એક વરસની સાદી કેદની સજા અને ચેકની બાકી નીકળતી રકમ ૧૦,૦૧,૦૦૦ ની ડબલ રકમ એટલે કે, ૨૦,૦૨,૦૦૦/- નો દંડ ફટકાર્યો છે અને તે દંડમાથી ફરીયાદીને ફરીયાદવાળા ચેકની રકમ ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષીક ટકા ૯ ટકા વ્યાજ સહિત ચુકવી આપવાનો હુકમ કર્યો છે આ કેસમાં ફરીયાદના વકીલ તરીકે રાજેશ જે.જોષી, મહેશભાઈ આર.પરમાર તથા જય ડી.જોષી રોકાયેલા હતા.






Latest News