મોરબીની કોર્ટે ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, બમણી રકમનો દંડ ફટકાર્યો
મોરબીમાં વડવાળા યુવા સંગઠન દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ હાલ મોકૂફ
SHARE








મોરબીમાં વડવાળા યુવા સંગઠન દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ હાલ મોકૂફ
મોરબીના ખાખરાળા ગામે રબારી યુવાનની હત્યા કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીના શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા જે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તેને હાલ મોકુફ રાખવામાં આવેલ છે.
મોરબી શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા તા. ૦૩/૦૫/૨૦૨૫ ના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. જો કે, મોરબી તાલુકાનાં ખાખરાળા ગામે રબારી યુવાન કિશનભાઈ જગદિશભાઈ કરોતરાની નિર્મમ હત્યા કરવામાં આવેલ છે જેથી કરીને રબારી સમાજમાં ઘેરા શોકની લાગણી હોય આ કાર્યક્રમ હાલ પુરતો મોકુફ રાખવામાં આવેલ છે. તેવું શ્રી વડવાળા યુવા સંગઠનના આગેવાનોએ જણાવ્યુ છે

