મોરબી: પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષકોને પ્રમાણપત્ર આપી જિલ્લાકક્ષાએ સન્માનિત કરાશે
જામનગરથી હાજીપીરના મેળામાં જતાં બે વ્યક્તિના ડબલ સવારી બાઇકને મોરબીના આમરણ પાસે કાર ચાલકે હડફેટે લેતા એકનું મોત
SHARE









જામનગરથી હાજીપીરના મેળામાં જતાં બે વ્યક્તિના ડબલ સવારી બાઇકને મોરબીના આમરણ પાસે કાર ચાલકે હડફેટે લેતા એકનું મોત
જામનગરથી કચ્છ હાજીપીરના મેળામાં જવા માટે બે વ્યક્તિ નીકળ્યા હતા અને તેઓ બાઈક ઉપર જઈ રહ્યા હતા દરમ્યાન મોરબીના આમરણ ગામ પાસે આવેલ મેલડી માતાજીના મંદિર નજીક હાઇવે રોડ ઉપર તેઓના ડબલ સવારી બાઈકને થાર ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું જો કે, એક વ્યક્તિને ઇજા થયેલ હતી જેથી તે સારવારમાં છે અને મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ જામનગરમાં ચોપડા ફરી પટણી વાડ પાસે રહેતા મહમદરફીક યાસીનભાઈ પંજા (34)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થાર ગાડી નંબર જીજે 36 એપી 1764 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીના ભાઈ મહમદહુસેન યાસીનભાઈ પંજા રહે. જામનગર વાળા પોતાનું બાઈક નંબર જીજે 10 એજી 9929 લઈને જામનગર થી કચ્છમાં હાજીપીરના મેળામાં જતા હતા ત્યારે તેઓના બાઈકમાં પાછળના ભાગે જુમાભાઈ નથુભાઈ કટારીયા પણ બેઠેલા હતા દરમિયાન આમરણ ગામ નજીક આવેલ મેલડી માતાજીના મંદિર પાસે હાઇવે રોડ ઉપર થાર ગાડીના ચાલકે ફરિયાદીના ભાઈના ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીના ભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જો કે, જુમાભાઇને ડાબા પગમાં ફ્રેક્ચર અને શરીરે ઇજાઓ થઈ હોવાથી તેઓને સારવારમાં ખસેડવામાં આવેલ છે આ અકસ્માત સર્જીને થાર ગાડીનો ચાલક સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

