વાંકાનેર નજીક હોટલ પાસે જમ્યા બાદ ઉભેલા બે વ્યક્તિને કાર ચાલકે હડફેટે લેતા એકનું મોત
મોરબીમાં વૃદ્ધ અને ભરતનગર નજીક આધેડનું હાર્ટ એટેકથી મોત
SHARE







મોરબીમાં વૃદ્ધ અને ભરતનગર નજીક આધેડનું હાર્ટ એટેકથી મોત
મોરબીના આલાપ રોડે આવેલ વિજયનગર સોસાયટીમાં રહેતા વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા જો કે, હાર્ટ એટેકથી તેમનું મોત નીપજયું હતું આવી જ રીતે ભરતનગર પાસે નીલકંઠ પેટ્રોલ પંપ સામે વાહન પાર્કિંગમાં રાતે સૂતેલા રાજસ્થાની આધેડનું નિંદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત નીપજયું છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ ઉપર આવેલ વિજયનગર-2 માં રહેતા કેશવજીભાઈ પરસોતમભાઈ પાડલીયા (68) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની શ્યામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા ત્યાં ડોક્ટરને તેઓને જોઈ તપાસીને હાર્ટ એટેકથી મૃત જાહેર કર્યા હતા આ બનાવ અંગેની મૃતક વૃદ્ધના દીકરા હિરેનભાઈ કેશવજીભાઈ પાડલીયા (40) રહે. આલાપ રોડ વિજયનગર સોસાયટી મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
આવી જ રીતે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર પાસે નીલકંઠ પેટ્રોલ પંપ સામે વાહન પાર્કિંગમાં રાજસ્થાનના અલવર જિલ્લાના પ્રતાપગઢ તાલુકાના રહેવાસી રામખિલાડી રામપાલ મીણા (50) નામના આધેડ રાત્રી દરમિયાન સૂતા હતા ત્યારબાદ ઉઠ્યા ન હતા અનેટેનું હાર્ટ એટેકથી મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની રામકિશોર રામપાલ મીણા (47) રહે. હાલ જનકપુરી સોસાયટી સામાકાંઠે મોરબી મૂળ રહે રાજસ્થાન વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

