મોરબીના મોટીવાવડી ગામ નજીક વાડીની ઓરડીમાંથી રાજકોટના બુટલેગરનો 114 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
SHARE







મોરબીના મોટીવાવડી ગામ નજીક વાડીની ઓરડીમાંથી રાજકોટના બુટલેગરનો 114 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
મોરબી તાલુકાના મોટીવાવડી ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી-જુદી બ્રાન્ડની કુલ મળીને 114 બોટલો મળી આવતા પોલીસે 58,680 ની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો જો કે, આરોપી હાજર મળી આવેલ નથી જેથી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને રાજકોટના બુટલેગરને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબી તાલુકા પોલીસ સીટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોટી વાવડી ગામે સીમ વિસ્તારમાં આવેલ સજુભા સંગ્રામસિંહ જાડેજાની વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને 114 બોટલો મળી આવતા પોલીસે 58,680 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જો કે, દારૂની રેડ કરી હતી ત્યારે આરોપી નજીરભાઈ રહીમભાઈ સંધિ રહે. ભગવતી પરા રાજકોટ વાળાનું નામ સામે આવ્યું છે જેથી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે આરોપી નજીરભાઈ સંધિને પકડવા માટે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે
ત્રણ બોટલ દારૂ
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નીતિનનગર પાછળ ધર્મ સોસાયટીમાં આવેલ કેબીનની દિવાલ પાસે દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ત્રણ બોટલ મળી આવતા પોલીસે 2,088 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મિતરાજસિંહ જગદીશસિંહ જાડેજા (19) રહે. સનાળા પ્લોટ વિસ્તાર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે

