મોરબીના પીપળી નજીકથી 27 બોટલ દારૂ ભરેલ રીક્ષા સાથે બે પકડાયા, 1.08 લાખનો મુદામાલ કબજે: રાજકોટના બુટલેગરની શોધખોળ
SHARE







મોરબીના પીપળી નજીકથી 27 બોટલ દારૂ ભરેલ રીક્ષા સાથે બે પકડાયા, 1.08 લાખનો મુદામાલ કબજે: રાજકોટના બુટલેગરની શોધખોળ
મોરબીના પીપળી ગામના બસ સ્ટેશન પાસેથી સીએનજી રીક્ષા પસાર કરી હતી ત્યારે તે રીક્ષાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની 27 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી અને કુલ મળીને 1,08,441 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે રાજકોટના બુટલેગરને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના પીપળી ગામ પાસે બસ સ્ટેશન નજીકથી સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 0997 પસાર થઈ રહી હતી ત્યારે તે રિક્ષાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાં બેઠેલા બે શખ્સો પાસેથી 27 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી 8,441 ની કિંમતનો દારૂનો જથ્થો તથા એક લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 1,08,441 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રાહુલભાઈ મહેશભાઈ ચાવડા (20) રહે. નવી ટિંબડી આનંદ હોટલ પાછળ મોરબી તથા અરમાનભાઈ ઈકબાલભાઈ જુણેજા (21) રહે. રણછોડનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન નજીરભાઈ રહીમભાઈ સંધિ રહે. ભગવતી પરા રાજકોટ વાળાનું નામ સામે આવ્યું હોય હાલમાં ત્રણેય શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને રાજકોટના બુટલેગરને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે
ટેન્કર પલટી જતાં યુવાનને ઇજા
મોરબી તાલુકાના હજનારી ગામ પાસેથી ટેન્કર પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર ટેન્કર પલટી મારી જતા ગાંધીધામના રહેવાસી સત્યેન્દ્રકુમાર યાદવ (22) નામના યુવાનને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.
બાળકી સારવારમાં
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ચોકડી પાસે ઝબુબેન રમણીકભાઈ સોલંકી (10) નામની બાળકીને હડફેટે લેતા તેને ઈજા થઈ હતી જેથી ઇજા પામેલ બાળકીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

