વાંકાનેરના સરતાનપર નજીક કારખાનાની પાછળ પાણીના તલાવડામાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE
વાંકાનેરના સરતાનપર નજીક કારખાનાની પાછળ પાણીના તલાવડામાં ડૂબી જવાથી યુવાનનું મોત
વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાની પાછળના ભાગમાં પગ લપસી જવાના કારણે યુવાન પાણીના તલાવડામાં પડી ગયો હતો અને ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ અરવલ્લી જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ રોલસ્ટોન પોલી પ્લાસ્ટ નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો કલ્પેશભાઈ દિનેશભાઈ હાથો (18) સરતનપર ગામની સીમમાં આવેલ કાસા સિરામિકની પાછળના ભાગમાં પાણીના તલાવડા પાસે હતો ત્યારે કોઈ કારણોસર પગ લપસતા તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી આ યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની શૈલેષભાઈ જાદવજીભાઈ પટેલ (40) રહે. મહેન્દ્રનગર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કરી હાથ ધરી છે
વાહન અકસ્માત
મોરબીના ગ્રીન ચોક નજીક બાઇક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં ફિરોજશા અકબરશા ફકીર (૪૭) રહે.મેમણ શેરી કુબેરનાથ રોડને અત્રે ૐ ઓર્થોપેડિક હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. તેમજ ગોંડલના ગુંદાસર ગામ નજીક અવંતિકા સોસાયટીમાં રહેતા લીલાવતીદેવી તેજનારાયણ કુંવર નામના ૬૪ વર્ષીય વૃધ્ધા ગુંદાસર ગામ પાસે ગામની ચોકડી નજીકથી બાઇકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માતે વાહનમાંથી પડી ગયા હોય સારવાર માટે મોરબી ખસેડાયા હતા.અને હળવદના દીઘડીયા ગામે રહેતો હરદેવ રામાભાઇ પરાડિયા નામનો ૧૫ વર્ષનો સગીર દીઘડીયાથી શક્તિનગર જતો હતો ત્યારે હળવદ ચોકડી પાસે વાહન સ્લીપ થતાં સારવાર માટે અત્રે આયુસમાં ખસેડાયો હતો.
વ્યાજ વટાવ કેસમાં કાર્યવાહી
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાયેલ વ્યાજ વટાવના કેસમાં એ ડિનિઝન પોલીસ દ્વારા પ્રકાશ રામજીભાઈ પઢારીયા રબારી (૨૬) રહે.નાના રામપર તા.ટંકારા જી.મોરબીની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં રિમાન્ડ પુરા થતા તેને જેલ હવાલે કરાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.