માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

ટંકારા કોર્ટે પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને કરી ત્રણ મહિનાની જેલ


SHARE











ટંકારા કોર્ટે પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને કરી ત્રણ મહિનાની જેલ

પી.જી.વી.સી.એલ દ્વારા લેણી થતી રકમ ગ્રાહક પાસેથી મેળવવા માટે દિવાની દરખાસ્ત દાખલ કરવામાં આવેલ હતી જેમાં પ્રતિવાદીએ કોર્ટના સમન્સ પછી પણ રકમ નહીં ભરતા જેલમે બેસાડવા માટે વકીલે કાર્યવાહી કરી હતી અને કોર્ટે પ્રતિવાદીને ત્રણ મહીનાની જેલ અને એક દિવસના ૨૫૦ રૂપિયાનો જેલનો ખર્ચ ભરવા માટેનો હુકમ કર્યો છે.

પશ્ચિમ ગુજરાત વિજ કાં.લી. (પી.જી.વી.સી.એલ.) દ્વારા ટંકારા કોર્ટમાં જાડેજા દિગ્વીજયસિંહ બહાદુરસિંહ સામે કોર્ટના હુકમ મુજબની લેણી થતી રકમ ૪૮,૯૦૦ પુરા વસુલ મેળવવા દિવાની દરખાસ્ત નં.૦૪/૨૦૨૫ થી દરખાસ્ત દાખલ કરવામાં આવી હતી આ દરખાસ્તના કામે વાદીના વકીલ મારફત જાડેજા દિગ્વીજયસિંહ બહાદુરસિંહની જંગમ મિલ્કતની જપ્તીનું વોરંટ કાઢવા અરજી કરતા કોર્ટે તેમની સામે જંગમ મિલ્કતની જપ્તી માટે વોરંટ કાઢ્યું હતું અને બેલીફ મારફત જાડેજા દિગ્વીજયસિંહ બહાદુરસિંહના ઘરે જંગમ મિલ્કતની જપ્તી કરવા જતા તેમના ઘરે જંગમ મિલ્કત અંગે નીલ રિપોર્ટ આવતા વાદીના વકીલ નિકુંજભાઈ પૂનમચંદભાઈ કોટક મારફત પ્રતિવાદી જાડેજા દિગ્વીજયસિંહ બહાદરસિંહની સ્થાવર મિલ્કત જપ્ત કરવા માટે સી.પી.સી.ઓ-૨૧, રૂલ-૪૧ મુજબ પ્રતિવાદી તેની સ્થાવર મિલ્કત જપ્ત કરવા માટે કોર્ટમાં જુબાની લેવા માટે અરજી કરેલ હતી જે અરજી નામદાર કોર્ટે મંજુર કરેલ અને પ્રતિવાદીને તે બાબતે સમન્સ પણ નામદાર કોર્ટ દ્વારા બજાવવામાં આવેલ પરંતુ પ્રતિવાદી પોતે જાતે કે તેમના વકીલ મારફત કોર્ટ સમક્ષ હાજર રહેલ નહી કે કોઈ રજુઆત કરેલ નહી જેથી વાદીના વકીલ નિકંજભાઈ પુનમચંદભાઈ કોટક મારફત નામદાર કોર્ટ સમક્ષ પ્રતિવાદી ને "જેલ" માં બેસાડવા માટે સી.પી.સી. ઓ-૨૧, રૂલ-૪૧(૩) મુજબની અરજી કરેલ હતી જે અરજી નામદાર કોર્ટે મંજુર રાખી પ્રતિવાદી જાડેજા દિગ્વીજયસિંહ બહાદુરસિંહને ત્રણ મહીનાની જેલનો તથા વાદીને એક દિવસના ૨૫૦ રૂપિયાનો જેલનો ખર્ચ ભરવા માટેનો ટંકારા કોર્ટના જજ એસ.જી.શૈખ સાહેબ દ્વારા હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં મોરબીના વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક રોકાયેલા હતા.






Latest News