મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે યુવાનની છરીના આડેધડ ઘા ઝીકિને હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો


SHARE











મોરબીના ખાખરાળા ગામે યુવાનની છરીના આડેધડ ઘા ઝીકિને હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

મોરબીના ખાખરાળા ગામે વેકેશન કરવા માટે ઘરે આવેલ યુવાન દુકાને અન્ય લોકોની સાથે બેઠો હતો તેવામાં ગામનો જ એક શખ્સ બંદૂક લઈને તેની પાસે આવ્યો હતો અને યુવાન ઉપર ભડકો કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે, બંદૂક ફૂટી ન હતી જેથી તે શખ્સે તેની પાસે રહેલ છરી વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો અને શરીર ઉપર આડેધડ ઘા ઝીકીને યુવાનની હત્યા કરાઇ હતી જે ગુનામાં આરોપીની અમદાવાદથી તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે

મોરબી તાલુકાનાં ખાખરાળા ગામે રહેતા જગદીશભાઇ સામતભાઈ કરોતરા (46)એ સાગર ઉર્ફે મૂલું આયદાનભાઈ ડાંગર રહે. ખાખરાળા વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતુ કે, તેનો મોટો દીકરો કિશન જગદીશભાઇ કરોતરા (21) રાજકોટ ખાતે બી.એડ. નો અભ્યાસ કરતો હતો. અને તેની સાથે જીપીએસસીએની પરીક્ષા માટેની તૈયારી પણ કરી રહ્યો હતો જો કે, તેનો દીકરો કિશન વૅકેશન કરવા માટે તેઓના ઘરે ખાખરાળા ગામે આવ્યો હતો અને ત્યારે આરોપીએ તેને છાતી, વાસા, જમણા ખંભા, કાંડા અને જમણા હાથના પોંચાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા કિશનને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનુ મોત થયું હતું જેથી હત્યાનો ગુનો નોંધાયો હતો અને તા. 30/ 4 ના રોજ બનેલ બનાવવામાં છ દિવસ સુધી આરોપી ઝડપાયેલ ન હોવાથી વડવાળા યુવા સંગઠન ની આગેવાની હેઠળ રબારી સમાજ દ્વારા રેલી યોજીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતુ અને આરોપીને વહેલી તકે પકડીને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. કે. ચારેલ અને તેઓની ટીમ દ્વારા આરોપીને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી અને હાલમાં આ ગુનામાં આરોપી મુળુ ઉર્ફે સાગર ડાંગર અમદાવાદમાં હોવાની હકીકત મળી હતી જેના આધારે અમદાવાદના ગીતામંદિર પાસેથી આરોપી મુળુ ઉર્ફે સાગર આદાનભાઈ ડાંગર (૩૩) રહે. સતનામ સોસાયટી નાની વાવડી મોરબી વાળાની ધરપકડ કરેલ છે. અત્રે ઉલ્લેખ છે કે અગાઉ પોલીસે ઘટના સ્થળેથી બે કાર્ટિસ તથા લોહીવાળું હથિયાર અને આરોપી જે ગાડી લઈને ભાગી ગયો  હતો તે ગાડી અને ગાડીમાંથી બે કાર્ટિસ કબજે કર્યા હતા આ આરોપીના રિમાન્ડ લેવા માટે હવે તાલુકા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવશે






Latest News