મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો


SHARE









મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો

મોરબીમાં આવેલ ભારતી વિધાલય ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી જેમાં કેજીથી લઈને ધો, 12 સુધીના વિધાર્થીઓ, શિક્ષકો સહિતના લોકો જોડાયા હતા અને યોગના જુદાજુદા આસનો કરીને યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમ વિદ્યાર્થીઓને યોગનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. આટલું જ નહીં ધો. 5 થી 12 ના વિધાર્થીઓ માટે યોગ વિષય આધારિત MCQ ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું  અને તેમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ભગવાનજીભાઈએ કર્યું હતું અને યોગની માહિતી ઉર્વશીબેન અને ખુશીબેન દ્વારા આપવામાં આવી હતી. ત્યાર બાદ શાળાના સંચાલક કૌશલભાઈ મહેતાએ વિધાર્થીઓને જણાવ્યુ હતું કે, અભ્યાસમાં યાદ શક્તિ વધારવા માટે પણ યોગ જરૂરી છે અને શાળા પ્રમુખ હિતેશભાઇ મહેતાએ શાળામાં યોગ દિવસની ઉજવણીને સફળ બનાવવા બદલ દરેક વિધાર્થી અને શિક્ષકોને અભિનંદન આપ્યા હતા.




Latest News