દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા
Breaking news
Morbi Today

મોરબીમાં કૌટુંબિક ભાઈ સાથે ગાંઠિયા લેવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી


SHARE









મોરબીમાં કૌટુંબિક ભાઈ સાથે ગાંઠિયા લેવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતો યુવાન તેના મોટા બાપુના દીકરા સાથે ગાંધીચોકમાં ગાંઠિયા વાળાની દુકાને ગાંઠિયા લેવા માટે ગયો હતો ત્યારે ત્યાં કાર લઈને એક શખ્સ આવેલ હતો જે તેના મોટા બાપુના દીકરા સાથે વાત કરતો હતો ત્યારે યુવાને તેના મોટા બાપુના દીકરાને ગાંઠિયા લઈ આવવા માટે કહ્યું હતું જે સામેવાળાને સારું નથી લાગતા તેણે યુવાનને ગાળો આપી હતી અને ત્યાર બાદ યુવાન ઉપર છરી વડે હુમલો કરીને તેના પેટના ભાગે છરીનો ઘા મારીને ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા હાર્દિકભાઈ કાનાભાઈ મકવાણા (28)એ  મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જીગ્નેશભાઈ બોરીચા રહે. બોરીચાવાસ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે પોતાના મોટા બાપુના દીકરા કિશન સાથે ગાંધીચોકમાં ગાંઠિયા વાળાની દુકાને ગાંઠિયા લેવા માટે તેને ગયા હતા દરમિયાન જીગ્નેશભાઈ બોરીચા ત્યાં પોતાની નંબર વગરની સ્વિફ્ટ કાર લઈને આવ્યો હતો અને ત્યાં કિશનને બોલાવીને તેની સાથે વાત કરતો હતો દરમિયાન ફરિયાદીએ કિશનને તું ગાંઠિયા લેતો આવ તેમ કહ્યું હતું જે આરોપીને સારું નથી લાગતા તેણે ફરિયાદી યુવાનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારે ફરિયાદી તથા તેના મોટા બાપુના દીકરાએ આરોપીને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યારબાદ તેણે ફરિયાદી ઉપર છરી વડે હુમલો કરીને તેને પેટના ભાગે છરીનો ઘા મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરાયેલ છે

એક બોટલ દારૂ

મોરબીની પંચાસર ચોકડીથી આગળના ભાગમાં કેનાલ ઉપરથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 500 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે શૈલેષભાઈ ધરમશીભાઈ કંઝારીયા (28) રહે. દલવાડી સર્કલ માસાલની વાડી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News