મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ રસ્તા માટેનો દાવો કોર્ટે નામંજૂર કર્યો


SHARE

















ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ રસ્તા માટેનો દાવો કોર્ટે નામંજૂર કર્યો

ટંકારાના મહેન્દ્રપુર ગામે રહેણાંક પ્લોટોમાં થઈને રસ્તો હતો તેવો દાવો કરવામાં આવ્યો હતો જે કેસ ચાલી જતાં વાદી તેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ હતા અને પ્રતિવાદીના વકીલે કરેલ દલીલ અને હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખીને ટંકારાની કોર્ટે વાદીનો દાવો નામંજુર કરેલ છે.

ટંકારા તાલુકાના મહેન્દ્રપુરની ખેતીની જમીનમાં જવા- આવવા માટેનો રસ્તો પ્રતિવાદીના બિનખેતી રહેણાંક પ્લોટોમાં થઈને હતો, તે અંગેનો વાદીએ પ્રતિવાદીઓ વિરુધ્ધ કાયમી મનાઈ હુકમ મેળવવા દાવો દાખલ કરેલ હતો. જે દાવો ટંકારા કોર્ટમાં ચાલી જતા વાદી પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ છે તેમજ પ્રતિવાદીઓના બિનખેતી પ્લોટીંગમાં કોઈ જ રસ્તો ન હોય, તેવા બચાવ તથા વાદીનો દાવો સી.પી.સી. ઓર્ડર ૭, રૂલ -૧૧ મુજબ ટકવાપાત્ર ન હોય તેવી પ્રતિવાદીના વકીલ અલ્પેશ પી. હાલપરાએ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને સાથે રાખી ધારદાર દલીલ કરી હતી જે દલીલને માન્ય રાખીને ટંકારાના મહે. પ્રિન્સીપાલ સીવીલ જજ સાહેબે વાદીનો દાવો નામંજુર કર્યો છે આ કેસમાં પ્રતિવાદી તરફે મોરબીના યુવા એડવોકેટ અલ્પેશ પી.હાલપરા તથા સુરેશ આર.વાઘાણી રોકાયેલ હતા.




Latest News