અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં મિતાણા પાસેથી કારની ચોરી કરનાર રાજસ્થાની રીઢો ચોર પકડાયો: 6.35  લાખનો મુદામાલ કબ્જે


SHARE

















ટંકારા તાલુકાનાં મિતાણા પાસેથી કારની ચોરી કરનાર રાજસ્થાની રીઢો ચોર પકડાયો: 6.35  લાખનો મુદામાલ કબ્જે

ટંકારા તાલુકાનાં મીતાણા ગામે પાસે આવેલ પેટ્રોલપંપના પાર્કિંગમાંથી બલેનો કારની ચોરી કરવામાં આવી હતી જે કારમાં રોકડ રૂપિયા અને મોબાઈલ પણ ચોરી થયેલ હતો જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીને શોધી રહી હતી તેવામાં એલસીબીની ટીમે રીઢા ચોરને ચોરાઉ કાર સાથે ઝડપી લીધેલ છે અને કાર તેમજ રોકડ રૂપિયા મળીને 6.35 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે અને આરોપી સામે રાજસ્થાનના જુદાજુદા વિસ્તારમાં ચોરી સહિતના કુલ 25 જેટલા ગુના નોંધાયેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં મીતાણા નજીક પેટ્રોલપંપના પાર્કિંગમાં બલેનો કાર નંબર જીજે 36 એએફ 7261 વાળી મૂકી હતી જેમાં રોકડ 25 હજાર રૂપિયા તેમજ અગત્યના ડોક્યુમેન્ટ હતા તે કારની ગત તા. 22 એપ્રિલના રોજ ચોરી કરવાં આવેલ હતી જેથી 6.25 લાખના મુદામાલની ચોરીની ફરિયાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલ હતી જે ગુનાની તપાસ સ્થાનિક પોલીસ અને એલસીબીની ટિમ કરી રહી હતી તેવામાં કારની ચોરી કરનાર શખ્સ રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું હતું અને ચોરાઉ કાર સાથે આરોપી રાજસ્થાનના રાજસમદ જીલ્લાના ભીમ ખાતે હોવાની બાતમી મળી હતી જેથી એક ટીમને ત્યાં મોકલી હતી અને ત્યાંથી ચોરાઉ કાર સાથે આરોપી વિજયસિંહ રામસિંહ રાવત (24) રહે. રાજસ્થાન વાળાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી ચોરાઉ કાર કબ્જે કરી હતી તે ઉપરાંત 25 હજાર રૂપિયા અને બે મોબાઈલ આમ કુલ મળીને 6,35,500 નો મુદામાલ કબ્જે કર્યો હતો. અને આરોપીને આગળની કાર્યવાહી માટે મુદામાલ સાથે ટંકારા પોલીસે સોંપી દેવામાં આવેલ છે. વધુમાં મળી રહેલા માહિતી મુજબ આ આરોપીની સામે રાજસ્થાનના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતની કલમ હેઠળ 25 જેટલા ગુના નોંધાયેલ છે. અને આ આરોપી અફીણનો બંધાણી હોય રાજસ્થાનના વિવિધ વિસ્તારમાં ચોરી કરતો હતો અને ગુજરાતના હિમતનગર, ટંકારા સહિતના વિસ્તારમાં વાહન ચોરી કરીને તે વાહનનો ઉપયોગ નંબર પ્લેટ કાઢીને રાજસ્થાનમાં એનડીપીએસનો ધંધો કરતા બુટલેગરોને સસ્તા ભાવે વાહન વેચી નાખતો હતો.






Latest News