મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન 
Breaking news
Morbi Today

મોરબી નજીક રિક્ષા પલટી જતાં દંપતી ખંડિત, મહિલાનું મોત: યુવાન અને તેના ત્રણ સંતાન સારવારમાં


SHARE











મોરબી નજીક રિક્ષા પલટી જતાં દંપતી ખંડિત, મહિલાનું મોત: યુવાન અને તેના ત્રણ સંતાન સારવારમાં

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામ પાસે રીક્ષા પલટી મારી ગઈ હતી જે બનાવમાં રીક્ષા ચાલક અને તેની પત્ની તેમજ ત્રણ સંતાનોને ઇજાઓ થઈ હતી જો કે, રીક્ષા ચાલકના પત્નીને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ચોટીલા તાલુકાના ઠીકરીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના ભરતનગર ગામ પાસે આવેલ મેગઝીન સિરામિક ખાતે રહેતા અને મજૂરી કામ કરતા પરિવારના જગદીશભાઈ હમીરભાઇ બેડવા (40), સેજલબેન જગદીશભાઈ બેડવા (38), વૈદિક જગદીશભાઈ બેડવા (7), રીતેન જગદીશભાઈ બેડવા (11) અને વિશ્વા જગદીશભાઈ બેડવા (5) વાળાઓને અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી ઇજાગ્રસ્તોને સારવારમાં લઈ ગયા હતા જોકે, સેજલબેન જગદીશભાઈ બેડવાને ગંભીર ઈજા થઈ હોવાથી તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. તેવી માહિતી તપાસનીસ ફીરોજભાઈ સુમરા પાસેથી જાણવા મળેલ છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ જગદીશભાઈ બેડવા રીક્ષા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેની રીક્ષામાં તેના પરિવારજનો બેઠેલા હતા અને ત્યારે રીક્ષા પલટી મારી જવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં જગદીશભાઈના પત્ની સેજલબેનનું મોત નીપજયું હતું જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા મનજીભાઈ લખમણભાઇ ભીમાણી (69) નામના વૃદ્ધ સાઇકલ લઈને જતા હતા ત્યારે તે સાયકલ ઉપરથી પડી જતાં તેઓને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

બાઇક સ્લીપ

મોરબીના નવલખી રોડ ઉપર રહેતા દિનેશભાઈ મોમજીભાઈ પરેચા (36) નામનો યુવાન વાધરવા ગામે ઘરે જતો હતો દરમિયાન નાગડાવાસ ગામ પાસે બાઈક સ્લીપ થયું હતું જેથી તે યુવાનને ઇજા થવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News