મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન 
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા પર ૧૫ મેં સુધી પ્રતિબંધ


SHARE











મોરબી જીલ્લામાં ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા પર ૧૫ મેં સુધી પ્રતિબંધ

આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદુરથી પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરવામાં આવી અને બાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ નિર્માણ પામી છે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તેવા હેતુથી તા.૯ થી ૧૫ મેં સુધી મોરબી જીલ્લા ખાતે કોઈપણ જાતના ડ્રોનનો ઉપયોગ અને કોઈપણ જાતના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાય તેવું જાહેરનાંમુ પ્રસિદ્ધ કરવા માટે એલઆઈબી. શાખા મોરબીના પીઆઈ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી.

જેને પગલે જીલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૬૩ હેઠળ મળેલી સત્તાની રૂએ મોરબી જીલ્લાના હદ વિસ્તારમાં કોઇપણ જાતના ડ્રોનના ઉપયોગ અને કોઈપણ જાતના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.આજા હેરનામું તા. ૧૫ મેં સુધી અમલમાં રહેશે અને ભંગ કરનાર સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.






Latest News