મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીથી રાજકોટ કેટરિંગનું કામ કરવા જતી બહેનોને લઈ જતું છોટા હાથી પલ્ટી ગયું: 15 લોકોને ઇજા થતાં સારવારમાં


SHARE

















મોરબીથી રાજકોટ કેટરિંગનું કામ કરવા જતી બહેનોને લઈ જતું છોટા હાથી પલ્ટી ગયું: 15 લોકોને ઇજા થતાં સારવારમાં

મોરબીથી રાજકોટના ખીજડિયા ગામે કેટરિંગનું કામ કરવા માટે મહિલાઓ અને યુવતીઓ છોટા હાથી વાહના જઇ રહી હતી તેવામાં ટંકારા તાલુકાનાં લજાઈ અને વિરપર ગામની વચ્ચે કોઈ કારણોસર છોટા હાથી વાહન પલ્ટી મારી ગયું હતું અને તે વાહનમાં બેઠેલા 15 જેટલા લોકોને નાના મોટી ઇજાઓ થઇ હતી જેથી તેને મોરબીની સિવિલે સારવાર માટે લઈને આવ્યા હતા. અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

મોરબી રાજકોટ રોડે લજાઈ અને વીરપર વચ્ચેથી આજે સવારે 7 વાગ્યાના અરસામાં એક છોટા હાથી વાહનમાં કેટરિંગનું કામ કરવા માટે જતાં માણસો જય રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે વાહન પલ્ટી મારી ગયું હતું જેથી છોટા હાથીમાં બેઠેલા 15 લોકોને ઇજા થઈ હતી જેથી તેને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરી હતી. હાલમાં ઇજા પામેલા લોકો પાસેથી મળી રહેલા માહિતી મુજબ રાજકોટના કુવાડવા નજીક આવેલા ખીજડિયા ગામે ધાર્મિક પ્રસંગમા ભોજન પીરસવા માટે કેટરિંગનું કામ કરતી યુવતીઓ અને મહિલાઓ મોરબીથી જઇ રહી હતી ત્યારે છોટા હાથી વાહ પલ્ટી મારી ગયું હતુ અને અકસ્માતનો બનાવ બનેલ છે. 




Latest News