હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમ સહિત ત્રણ મંદિરમાં ચોરી કરનાર ચાર શખ્સોની 2.91 લાખના મુદામાલ સાથે ધરપકડ મોરબી જીલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના-મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું મોરબી જિલ્લા આહીર સેના હીરાભાઈ જોટવાના સમર્થનમાં આપશે આવેદનપત્ર મોરબીમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે આરોપીને એલસીબીની ટીમે દબોચ્યો મોરબી : દાતાશ્રી દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ મોરબી જિલ્લામાં આર્મી-એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા ઇચ્છુક યુવાનો માટે ૩૦ દિવસની નિવાસી તાલીમનું આયોજન મોરબી મનપાની ટિમ દ્વારા નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજાઇ મોરબીમાં આગામી ૪ જુલાઈના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે
Breaking news
Morbi Today

રાજકોટથી માતાએ લઈ આપેલા નવા સ્કૂટરમાં માટેલ દર્શન કરવા આવેલ દીકરા-નાનીનું વાહન અકસ્માતમાં મોત


SHARE















રાજકોટથી માતાએ લઈ આપેલા નવા સ્કૂટરમાં માટેલ દર્શન કરવા આવેલ દીકરા-નાનીનું વાહન અકસ્માતમાં મોત

રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા 17 વર્ષના સગીરને તેની માતાએ નવું એક્સેસ સ્કૂટર લઈ આપ્યું હતું જેથી તે સગીર પોતાના નાનીને સ્કૂટરમાં પાછળ બેસાડીને વાંકાનેર તાલુકાના માટેલ ગામે ખોડિયાર મંદિરે દર્શન કરવા માટે આવ્યો હતો અને બીજા બાઈકના તેના મામા, મામી અને તેનો દીકરો તેઓની સાથે આવેલ હતા દરમિયાન વાંકાનેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે વૃંદાવન હોટલની સામેના ભાગમાં રોડ ઉપર ટ્રક ચાલકે સ્કૂટરને પાછળથી ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં સ્કૂટર ઉપર જઈ રહેલ સગીર તથા તેના નાનીને ગંભીર ઇજા થઈ હોવાથી તે બંનેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે રાજકોટ નજીક આવેલ સાપર વેરાવળ ખાતે હાઉસિંગ બોર્ડ કોલોનીમાં બજરંગ ફરસાણની બાજુમાં રહેતા પૂર્વેશભાઈ રમેશભાઈ પરમાર (38)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર આરજે 14 જીએલ 8981 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં તેઓના માતા ગુલાબબેન રમેશભાઈ પરમાર (70)સાથે તેઓના બહેને બીજલબેન અને ભાણેજ રિકી દીપકભાઈ કવા (17) રહે છે અને ફરિયાદીના બહેન બીજલબેને તેના 17 વર્ષના દીકરા રિકી કવાને નવું એક્સેસ સ્કૂટર નંબર જીજે 25 એએફ 4513 લઈ આપ્યું હતું જેથી તે સ્કૂટર ઉપર રિકી તથા ફરિયાદીના માતા ગુલાબબેન અને ફરિયાદી પોતાના બાઈક ઉપર પોતાના પત્ની અને બાળક સાથે માટેલ ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા અને ગઈકાલે બપોરે સવા બે વાગ્યાના અરસામાં તેઓ માટેલથી પરત રાજકોટ જવા માટે નીકળ્યા હતા ત્યારે વાંકાનેર નજીક ટોલનાકા પાસે રિકીના સ્કૂટરને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના માતા ગુલાબબેને માથાના ભાગે ગંભીર જાત થઈ હતી અને રિકીને પણ મોઢા, નાક અને કાનના ભાગે ગંભીર ઇજા થવાથી વધુ પ્રમાણમાં લોહી નીકળી ગયું હતું જેથી 108 મારફતે બંનેને સારવાર માટે લઈને આવ્યા હતા જોકે, ફરજ પરના ડોક્ટરે તે બંનેને જોઈ તપાસીને ફરિયાદીના માતા તથા ભાણેજને મૃત જાહેર કર્યા હતા જેથી અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News