ગુજરાત પોલીસે જપ્ત કરેલા વાહનોનો નિકાલ કરો : મોરબીના પી. પી. જોષીની માંગ
વાંકાનેરમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૮૫ લોકોએ કર્યું રક્તદાન
SHARE









વાંકાનેરમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૮૫ લોકોએ કર્યું રક્તદાન
(કેતન ભટ્ટી દ્વારા) સૌરાષ્ટ્રની બ્લડ બેન્કોમાં હાલ રક્તની તંગી વર્તાઈ રહી છે ત્યારે વાંકાનેરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૮૫ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું હાલમાં ડેન્ગ્યુનાં વધતાં કેસોને કારણે દર્દીઓ માટે રક્તની અવારનવાર જરૂરિયાત ઊભી થઈ રહી છે, સૌરાષ્ટ્રની બ્લડ બેન્કોમાં પણ રક્તની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે, ત્યારે માનવ જીંદગી બચાવવાનાં ઉમદા હેતુસર વાંકાનેર ચેમ્બર પ્રમુખ, અગ્રણી ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ (જસદણ સિરામિક ગ્રૂપ વાંકાનેર)- વાંકાનેર રિફ્રેકટરીઝ એશોસિએશન તથા સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક (રાજકોટ) નાં સંયુક્ત ઉપક્રમે વાંકાનેરનાં જસદણ સિરામિક યુનિટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ૮૫ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અને સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્કને રક્ત અર્પણ કર્યું હતું, આ સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રગ્નેશભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, હર્ષ પટેલ, કૌશલ પંડયા, સમીર દેવમુરારી, હરપાલસિંહ જાડેજા, વિનુભાઈ રાતડીયાવાળા, અખુભા ઝાલા, અમિત સેજપાલ, વિશાલ પટેલ, ભરત પટેલ સહિત તમામ મિત્ર મંડળ, વાંકાનેર રિફ્રેકટરી એશોસિએશન, જસદણ સિરામિક ગ્રૂપ (વાંકાનેર) સ્ટાફ તથા સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક (રાજકોટ) સ્ટાફ સહિતનાએ જહેમત ઉઠાવી હતી
