મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બંધુનગર-ઘુનડા (ખા) ગ્રામ પંચાયત સમરસ જાહેર


SHARE

















મોરબી જીલ્લામાં બંધુનગર-ઘુનડા (ખા) ગ્રામ પંચાયત સમરસ જાહેર

મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજથી ફોર્મ ભરવાનું શરૂ થવાનું છે ત્યારે જુદાજુદા ગામમાં ચૂંટણી ન યોજાઇ હતી ગ્રામ પંચાયત સમરસ કરવા માટે ગામના વડીલો સહિતના આગેવાનો દ્વારા પ્રયાસો શરૂ કર્યા હતા જેના ફળ સ્વરૂપે મોરબી તાલુકામાં બંધુનગર ગ્રામ પંચાયત અને ટંકારા તાલુકામાં ઘુનડા (ખા) પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે

ગુજરાતમાં સમરસ થયેલી ગ્રામ પંચાયતને વધુ વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવાથી મોરબી જિલ્લાની વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ બને તે માટે યુવાનોઆગેવાનો અને વડીલો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવામાં મોરબીના બંધુનગર ગામની ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરવામાં આવી છે અને ગ્રામજનો અને આગેવાનોના સહિયારા સાર્થક પ્રયાસથી બંધુનગર ગામના સરપંચ તરીકે શૈલેષભાઈ પટેલ અને ઉપસરપંચ તરીકે રમેશભાઈ ભાડજાને લેવામાં આવેલ છે અને અન્ય આઠ સભ્યોની સવાનુમતે વરણી કરવામાં આવી છે આવી જ રીતે ટંકારા તાલુકાના ઘુનડા (ખા) ગામની પંચાયતને સમરસ કરવામાં આવેલ છે હાલમાં જ્યારે સમગ્ર ગુજરાતની અંદર ૧૦ હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તેણે પડઘમ વાગી રહ્યા છે અને આજથી ફોર્મ ભરવા માટેની કવાયત શરૂ થવાની છે ત્યાર પહેલાં ટંકારા તાલુકાના ઘુનડા (ખા) ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી ન યોજાય તે માટે થઈને ગામના આગેવાનો, યુવાનો અને વડીલો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી અને હાલમાં આ ગ્રામ પંચાયતને સમરસ કરવામાં આવી હોવાનું ગામના સરપંચ પ્રવીણભાઈએ જણાવ્યુ છે અને તેમણે કહયું છે કે,  ગામના સરપંચ તરીકે આશબેન જયેશભાઇ કસૂન્દ્રા અને ઉપસરપંચમાં રશિલાબેન દિનેશભાઇ જીવાણીને લેવામાં આવ્યા છે આટલું જ નહીં પરંતુ ગ્રામ પંચાયતમાં સાત સભ્યો છે તે સાતેય મહિલાઓને લવેમાં આવેલ છે આમ ઘુનડા (ખાનપર) ગામ દ્વારા સ્ત્રીસશક્તિકરણને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે




Latest News