મોરબીમાં નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન દ્વારા એનસિસિ ડે ની ઉજવણી કરવામાં આવી
SHARE









મોરબીમાં નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન દ્વારા એનસિસિ ડે ની ઉજવણી કરવામાં આવી
મોરબી નવયુગ વિદ્યાલયમાં એનસિસિ જુનિયર ડિવિઝન અને નવયુગ કોલેજમાં એનસિસિ સિનિયર ગર્લ્સ ડિવિઝન કાર્યરત છે અને આ બંને ડિવિઝનના કેડેટ્સ દ્વારા એનસિસિ ડે ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં રેગ્યુલર પરેડની સાથે મોરબી નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટના દેવેન્દ્રસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા કેડેટ્સને ફાયર ફાઇટિંગના તમામ સાધનોનો પરિચય, કોઇ પણ આગ લાગવાના બનાવોમાં બચાવ કામગીરી કરવાની પ્રેક્ટિકલ તાલીમ અને સંસ્થાના બિલ્ડિંગમાં ઉપલબ્ધ અત્યાધુનિક ફાયર સિસ્ટમના ઓપરેશનથી માહિતગાર કર્યાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવામાં બંને ડિવિઝનના એનસિસિ ઓફિસર સામંતસિંહ ઠુમ્મર અને હેત્વી સુતરીયાએ જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો
