મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

ટંકારા નજીકથી કારને આંતરીને લાખો રૂપિયાની લૂંટ: એક શખ્સ પોલીસની હાથવેંતમાં


SHARE

















ટંકારા નજીકથી કારને આંતરીને લાખો રૂપિયાની લૂંટ: એક શખ્સ પોલીસની હાથવેંતમાં

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારા નજીક ખજુરા હોટલ પાસે રાજકોટ બાજુથી આવતી ગાડીને અંતરવામાં આવી હતી ત્યારબાદ ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને ગાડીમાં બેઠેલ વ્યક્તિને માર મારીને તેની પાસે રોકડા રૂપિયા ભારે થેલો હતો તેની સનસનીખેજ લૂંટ કરવામાં આવેલ છે અને લૂંટ કરનારા શખ્સો પૈકીનો એક શખ્સ પોલીસની હાથવેંતમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા નજીક ખજૂરા હોટલ સામેથી કાર પસાર થઈ રહી હતી ત્યારે તે કારને અંતરવામાં આવી હતી અને કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને બાદમાં કારમાં બેઠેલ વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો અને કારમાં રોકડ રૂપિયા ભરેલ થેલો હતો તેની ધોળા દિવસે દિવસે લૂંટ કરવામાં આવી હતી. જોકે, આ બનાવની હજુ કોઈ ફરિયાદ નોંધાયેલ નથી પરંતુ સૂત્રો પાસેથી મળી રહેલ માહિતિ મુજબ લૂંટ કરવામાં આવી હતી અને લૂંટ કરીને ભાગેલ શખ્સોને પકડવા માટે પોલીસે નાકાબંધી કરાવેલ છે અને સૂત્રોના કહેવા મુજબ હરીપર ગામ નજીકથી લૂંટના ગુનામાં સંડોવાયેલ શખ્સો પૈકીનાં એક શખ્સને દબોચી લેવામાં આવેલ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.




Latest News