મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના રામકૃષ્ણનગરમાં સ્વ. ઉમેદભાઇ ઝાલાની સ્મૃતિમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE

















મોરબીના રામકૃષ્ણનગરમાં સ્વ. ઉમેદભાઇ ઝાલાની સ્મૃતિમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણ પાસે આવેલ નવી પોસ્ટ ઓફિસની બાજુમાં સ્વ. ઉમેદભાઇ ઝાલાની સ્મૃતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ૧૦૫ જેટલા રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા સ્વ. ઉમેદભાઇ મનુભાઈ ઝાલા કે જેમણે લોકોની સમસ્યાઓ ઉકેલાય અને સુવિધામાં વધારો થાય તેના માટે અગાઉ કામ કર્યું હતું તેઓ નાનાભાઈ લાલુભા મનુભા ઝાલા સહિતની ટિમ દ્વારા ૐ સાઈ શક્તિ ગ્રૂપ અને ગજ કેશરી ફાઉન્ડેશનના નેજા હેઠળ ગઇકાલે તા ૨૮ ના રોજ રામકૃષ્ણનગર પાસે આવેલ નવી પોસ્ટ ઓફિસની બાજુમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રાજપૂત સમાજના આગેવાનો જયુભા જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, દશરથસિંહ ઝાલા, અનિરુધ્ધસિંહ, દેવેન્દ્રસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા અને આ કેમ્પને  સફળ બનાવવા માટે લાલુભા મનુભા ઝાલા, દેવેન્દ્રસિંહ રાજભા જાડેજા અને પ્રવીણસિંહ બી. ઝાલા સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News