વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

ટંકારા નજીક આંગડીયા પેઢીના માલિકની કારને આંતરીને લુંટ કરનારા આરોપીને પકડવ પોલીસે હવામાં કર્યુ ફાયરીંગ: ૯૦ લાખથી વઘુની લુંટના ગુનામાં આરોપી પોલીસની હાથવેંતમાં


SHARE













ટંકારા નજીક આંગડીયા પેઢીના માલિકની કારને આંતરીને લુંટ કરનારા આરોપીને પકડવ પોલીસે હવામાં કર્યુ ફાયરીંગ: ૯૦ લાખથી વઘુની લુંટના ગુનામાં આરોપી પોલીસની હાથવેંતમાં

 

મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા નજીક ખજુરા હોટલ પાસે કાર પસાર થઇ રહી હતી અને તે કાર રાજકોટ તરફથી મોરબી આવતી હતી ત્યારે જુદીજુદી બે કાર લઇને આવેલા અંદાજે સાત જેટલા શખ્સો દ્વારા કારને અટકાવીને લૂંટ કરવામાં આવી છે. લૂંટારુઓ કારમાંથી રોકડ રકમ ભરેલો બે થેલો લૂંટીને ભાગી ગયા હતા જો કે, પોલીસે નાકાબંધી કરીને લુંટારૂઓની કાર રોકી લીધી હતી અને સાત પૈકીના બે શખ્સ પોલીસની હાથવેંતમાં હોવાની માહિતી સામે આવી રહી છે.

રાજકોટ બાજુથી મોરબી તરફ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ગાડી નંબર જીજે ૩ એન કે ૩૫૦૨ આવી રહી હતી દરમિયાન મીતાણા નજીકથી આ ગાડીને રોકવા માટેનો પ્રયાસ શરૂ થયો હતો અને જુદીજુદી બે ગાડી દ્વારા મોરબી તરફ આવી રહેલ ગાડીને કામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતા જોકે કાર ચાલકે પોતાની કારને ઉભી રાખી ન હતી અને ટંકારા નજીક આવેલ ખજુરા હોટલ પાસે રાજકોટ થી મોરબી જતી કારને અંતરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે કાર ચાલકે પોતાની કારને ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં રોડ પાસે કરવામાં આવેલ પ્લાન્ટેશન તોડીને અંદર ઘુસાડી દીધી હતી જેથી લુટારુઓ તેની પાછળ પોતાના વાહન લઈને પહોંચ્યા હતા અને કારમાં બેઠેલ ટીટેનિયમ આંગડીયા પેઢીના માલિક નિલેશભાઇ મનસુખભાઇ ભાલોડી અને તેની કારનો ડ્રાઇવર કારમાંથી નીચે ઉતરીને હોટલ બાજુ ભાગી ગયા હતા ત્યાર બાદ આરોપીઓ કારમાં રહેલ રોકડ રકમ ભરેલ બે થેલાની લૂંટ કરીને નાશી ગયા હતા.


સૂત્રોના કહેવા મુજબ અંદાજે ૯૦ લાખથી વધુની રકમ ની લૂંટ થઈ હોવાની શક્યતાઓ છે જોકે, જે જુદી જુદી બે ગાડીમાં લુટારૂ આવ્યા હતા તે પૈકીની એક ગાડી લૂંટની જગ્યાથી આગળના ભાગમાં બંધ પડી હોવાના કારણે તે ગાડીને છોડીને લૂંટારૂ એક જ કારમાં બેસીને નાસી ગયા હતા પરંતુ પોલીસ દ્વારા બનાવની જાણ કરતાની સાથે જ કરવામાં આવેલ નાકાબંધી દરમિયાન બે શખ્સો ટંકારાના હીરાપર પાસેથી લૂંટ કરેલ રોકડ રૂપિયા ભરેલ થેલા ગાડીમાં જ મૂકીને ખેતરમાં ભાગવા લાગી હતા પરંતુ પોલીસને સ્થાનિક લોકોની મદદથી ભાગવા જઈ રહેલા શખ્સો સુધી પહોંચવામાં સફળતા મળી હતી અને આ લૂંટારો અને રોકવા માટે ડીવાયએસપી સમીર સારડા દ્વારા હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું જેથી બે શખ્સ પોલીસની હાથવેતમાં આવી ગયા છે અને તેની પાસેથી કેટલીક રોકડ રકમ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવે છે. અને હાલમાં ફરીયાદ લેવા માટેની તજવીજ ચાલી રહી છે તેમજ નાસી છૂટેલા અન્ય લૂંટારુઓને પકડવા માટે તજવીજ ચાલુ છે

જોકે લૂંટની ઘટનામાં કુલ સાત શખ્સો હોવાની શક્યતા છે તે પૈકીના બે પોલીસના સકંજામાં છે પરંતુ જેને હજુ પકડવાના બાકી છે અને તેની પાસે કેટલી રોકડ રકમ છે તે હજુ કહી શકાય તેમ નથી અને આ ઘટનાની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલ વ્યક્તિની ફરિયાદ લેવા માટેની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે અને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર કારને અંતરીને ધોળા દિવસે કરવામાં આવેલ લૂંટના બનાવમાં આરોપીઓ લૂંટની રકમ સાથે પોલીસની હાથવેંતમાં આવી ગયા હોય પોલીસને થોડી રાહત મળી ગયેલ છે જોકે, સુત્રોના કહેવા મુજબ લૂંટના ગુનામાં સંડોવાયેલ શખ્સો ભાવનગર જિલ્લાના હોવાનું ચર્ચા રહ્યું છે






Latest News