મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના બહાને યુવાન સાથે 1.51 કરોડની છેતરપિંડી: 2 મોબાઈલ-7 બેંક એકાઉન્ટ ધારકો સામે ફરિયાદ


SHARE











મોરબીમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના બહાને યુવાન સાથે 1.51 કરોડની છેતરપિંડી: 2 મોબાઈલ-7 બેંક એકાઉન્ટ ધારકો સામે ફરિયાદ

મોરબીમાં રહેતા વેપારી યુવાનને ઓનલાઈન યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી વ્હોટ્સએમ દ્વારા વાતચીત કરીને રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ યુવાનનો ભરોસો કેળવીને ઓનલાઇન રૂપિયા જુદી જુદી બેંકના એકાઉન્ટમાં મેળવ્યા હતા અને ત્યારબાદ યુવાને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરેલ લેણા રૂપિયા પાછા આપવામાં આવેલ ન હતા અને તેની સાથે 1.51 કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં બે વ્હોટ્સ એપ નંબર તથા જુદી જુદી બેંકના કુલ મળીને સાત એકાઉન્ટના ધારકોની સામે યુવાને મોરબી સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાં આવેલ પ્રમુખ હાઈટસ-1 માં રહેતા અને સામાકાંઠે શકિત ચેમ્બરમાં સીમકો સેલ્સ એજન્સી નામની ઓફીસ ધરાવતા વેપારી નૈમિષભાઈ કનૈયાલાલ પંડિત (39)હાલમાં વોટ્સએપ નંબર 9157782692 તથા 85265477801 ના ધારકો તેમજ જુદી જુદી બેંકના સાત એકાઉન્ટના ધારકોની સામે હાલમાં સાબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીઓએ ગુનાહિત કાવતરું કરીને વ્હોટ્સએપ દ્વારા ફરિયાદી યુવાન સાથે વાતચીત કરીને ઓનલાઇન યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી લાલચ આપી હતી અને ફરિયાદી યુવાનનો વિશ્વાસ-ભરોસો કેળવી લીધા બાદ અલગ અલગ બહાનાઓ હેઠળ તેની પાસેથી 1,51,02,500 યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવવામાં આવ્યા હતા અને ફરિયાદી યુવાને રોકાણ કરેલા રૂપિયા તેને આજ દિવસ સુધી પરત કરવામાં આવ્યા નથી જેથી યુવાનની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવે હોય ભોગ બનેલ યુવાને મોરબી જિલ્લા સાબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પીઆઇ કે.કે. દરબાર અને તેની ટીમ ચલાવી રહી છે.






Latest News