કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા યક્ષદાદાના સાનિધ્યમાં માધાપર ખાતે સર્વજ્ઞાતિ સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવ યોજાયો
SHARE
કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા યક્ષદાદાના સાનિધ્યમાં માધાપર ખાતે સર્વજ્ઞાતિ સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવ યોજાયો
યક્ષ મંદિર માધાપર મધ્યે પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છના લોકલાડીલા સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા કચ્છમાં પ્રથમ સમરસ સર્વ જ્ઞાતિ સમુહ લગ્ન ભવ્ય રીતે લાગણીસભર
આત્મીયતા સાથે સંપન થયા હતા.સમુહ લગ્નોત્સવ માં પ્રભુતામાં પગલાં માંડતા નવ યુગલોને શુભ આશિષ આપવા કચ્છ અને મોરબી ના સામાજીક, રાજકીય આગેવાનો ઉપરાંત દાતાશ્રીઓ, સ્નેહીજનો, શુભેચ્છકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજ માં એકતા,સમરસતા,દરેક નાના મોટા ના સહકાર, ઢોલ શરણાઇના સુર સાથે ૨૯ વરઘોડિયા લગ્ન મંડપમાં પધાર્યા હતા.લગ્ન ગીતો અને આશિષ પાઠવતી સુરાવલી વચ્ચે મહાલક્ષ્મી ધામ-આચાર્ય હિતેશ મારાજ દ્વારા સપ્તપદીના ફેરા અને લગ્નવિધિ પરીપુર્ણ કરવામાં આવી હતી.
આ અંગે વરવધુને આશિષ પાઠવતા વિનોદભાઇએ શાબ્દિક આવકાર આપતા જણાવ્યુ હતું કે, દેશનાવડાપ્રધાન કચ્છ પધારી રહ્યા છે ત્યારે તેમના સમરસતા અને સૌને સાથે લઈને ચાલવાના સિદ્ધાંતને અનુસરી કચ્છ જીલ્લામાં સૌ પ્રથમવાર આ સમરસ સર્વજ્ઞાતિય સમુહ લગ્ન નું આયોજન થયેલ છે. જેમાં તમામ સમાજના લોકોને સાથે લઇ આ ભવ્ય આયોજન કરાયું છે. સમુહ લગ્નોત્સવમાં કુલ ૩૬ સમૂહ લગ્ન યોજાયા હતા.જેમાં ૭ મુસ્લિમ સમાજના લગ્ન. તારીખ ૨૪-૫ ના સવારે ગણેશ સ્થાપના, મંડપારોપણ, હસ્તમેળાપ, ભોજન સમારંભ બાદ ભાવ સભર કન્યા વિદાય આપવામાં આવી હતી.સમુહ લગ્ન મહોત્સવમાં ઉપસ્થિત રહેનાર અને મંચસ્થ મહાનુભાવોમાં કચ્છ વિભાગ સંઘ સંચાલકજી હિમ્મતભાઈજી વસણ, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ, કચ્છ જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહજી જાડેજા, ધારાસભ્યઓ કેશુભાઇ પટેલ, ત્રિકમભાઈ છાંગા, અનિરૂધ્ધભાઇ દવે, માલતીબેન મહેશ્વરી, પ્રધુમન સિંહ જાડેજા, અને મોરબી ધારાસભ્ય કાન્તિભાઇ અમૃતિયા, RSS સંઘના