મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા નિવૃત્ત પ્રેફેસર દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકદાનનું અનોખુ અભિયાન


SHARE

















મોરબીમાં રહેતા નિવૃત્ત પ્રેફેસર દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકદાનનું અનોખુ અભિયાન

મોરબીના હરીપર ગામના ભાણજીભાઈ અગોલા મૂળ એલ.ઈ. કૉલેજના વિદ્યાર્થી અને ત્યાં જ અધ્યાપક થયા પછી હેડ ઓફ મીકેનીકલ ડીપાર્ટમેન્ટ પદેથી નિવૃત્ત થયા છે અને તેઓએ ગ્રામ્ય વિસ્તારના યુવાનોને જ્ઞાનરૂપી પુસ્તકદાન આપવાનું પ્રેરણાદાયી અભિયાન શરુ કર્યું છે.

ગુજરાતનાં ૧૮૨૫૦ ગામડાની સરકારી સ્કૂલમાં ધો. ૬થી ૮ નાં વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદનું  'યુવાનોને...' પુસ્તક વિના મૂલ્યે આપવાનું વિચાર્યું હતું અને ખાસ કરીને વિવિધ પ્રકારના દાનમાં જ્ઞાનદાન શ્રેષ્ઠ દાન છે. જ્ઞાનદાન જીવનમાં જીવંત રહેતુ હોવાથી તેની અસર વરસો સુધી રહે છે. જેથી કરીને તેઓએ નિવૃત થયા પછી આજ સુધીમાં અઢી લાખ કિલો મીટર વાહન ચલાવીને છેલ્લા વર્ષોમાં એક કે બે શાળા કે ગામ નહીં પરંતુ ગુજરાતના ૨૫૦ તાલુકામાં ૮ લાખ વિદ્યાર્થીઓને આ પુસ્તક વિના મુલ્યે આપ્યું છે. અને આ પુસ્તકથી છેલ્લા વર્ષોમાં ઘણા બાળકોમાં પરીવર્તન આવ્યું હોય તેવું જોવા મળ્યું છે જેથી કરીને તેઓને હવેથી દર વર્ષે ૧ લાખ નકલનું વિતરણ કરવાનો સંકલ્પ કર્યો છે અને હાલમાં આ પુસ્તકની નકલો પ્રેસમાં છપાઈ છે.




Latest News