મોરબી જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઈન્ડિયા મુવમેંટ-નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જુદીજુદી સ્પર્ધા યોજાઈ સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીમાં આગામી ગુરુવારે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં બાળાઓને ગુડ ટચ-બેડ ટચની સમજ અપાઈ મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સિટી ઓલિમ્પિકની વિવિધ રમતના વિજેતાઓને સન્માનીત કરાયા મોરબીમાં આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં નવદુર્ગા સ્વરૂપે બાળાઓએ ગણપતિ બાપાનું પૂજન કર્યું મોરબીમાં લગ્નના 17 વર્ષ બાદ પણ સંતાન ન હોવાનું લાગી આવતા ગળેફાંસો ખાઈ ગયેલ મહિલાનું મોત મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં જુદીજુદી 6 જ્ગ્યાએ વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

ટંકારા નજીક કરવામાં આવેલ 90 લાખની લૂંટના ગુનામાં એક કારખાનેદારની ધરપકડ: તપાસનો ધમધમાટ


SHARE















ટંકારા નજીક કરવામાં આવેલ 90 લાખની લૂંટના ગુનામાં એક કારખાનેદારની ધરપકડ: તપાસનો ધમધમાટ

ટંકારા નજીક ખજુરા હોટલ પાસે કારને ટક્કર મારીને આંગડિયા પેઢીના માલિક પાસેથી રોકડા 90 લાખની લૂંટ કરવામાં આવી હતી. જે ગુનામાં બે આરોપીને પકડવામાં આવેલ છે તે બંને આરોપીઓ રિમાન્ડ ઉપર છે તેવામાં લૂંટની ઘટનાને અંજામ આપતા પહેલા પડાયેલ બંને આરોપી સહિત અન્ય આરોપીઓ જે જગ્યાએ રોકાયેલ હતા તે કારખાનના માલિકની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

રાજકોટથી આંગડિયા પેઢીના માલિક ગત બુધવારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં રાજકોટ બાજુથી કારમાં રોકડા રૂપિયા 90 લાખ લઈને મોરબી આવી રહ્યા હતા ત્યારે તેમની કાર નંબર જીજે 3 એનકે 3502 નો પીછો કરતી પોલો અને બલેનો કારના ચાલકોએ રોકડા રૂપિયા 90 લાખની લૂંટ કરી હતી જેથી કરીને આંગડિયા પેઢીના સંચાલક નિલેષભાઇ ભાલોડીએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે અગાઉ આરોપી અભિભાઇ લાલાભાઈ અલગોતર અને અભીજીતભાઇ ભાવેશભાઇ શાર્ગવની ધરપકડ કરી હતી અને તે બંને આરોપી હાલમાં રિમાન્ડ ઉપર છે. જો કે, આ ગુનામાં આરોપી હીતેષભાઇ પાંચાભાઇ ચાવડા, નિકુલભાઇ કાનાભાઇ અલગોતર, દર્શીલ ભરવાડ, કાનો આહીર અને એક અજાણ્યો શખ્સ આમ પાંચ આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે તેવામાં ટંકારા પોલીસે દિગ્વિજય અમરશીભાઈ ઢેઢી પટેલ (32) રહે.લખધીરગઢ તા.ટકારા જી.મોરબીની ધરપકડ કરેલ છે અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ દિગ્વિજય ઢેઢીનું જબલપુર રોડે કારખાનું આવેલ છે જે કારખાનું છેલ્લા ઘણા સમયથી બંધ છે અને તેના કારખાનામાં લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકીનાં ચારથી પાંચ શખ્સો રોકાયેલ હતા.અને તેણે રેકી કરી હોવાની શક્યતા છે.જેથી પોલીસે આ આરોપીના રિમાન્ડ લેવા માટે ચક્રોગતિમાન કરેલ છે.




Latest News