મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

વાંકાનેરના ચંદ્રપુર પાસે લગ્નના જમણવાર બાદ ફૂડ પોઝિશનિંગ થતાં સાત લોકો સારવારમાં


SHARE













વાંકાનેરના ચંદ્રપુર પાસે લગ્નના જમણવાર બાદ ફૂડ પોઝિશનિંગ થતાં સાત લોકો સારવારમાં

વાંકાનેર પાસે આવેલા ચંદ્રપુર વિસ્તાર ખાતે રહેતા પરિવારમાં બે લગ્ન હતા અને ત્યાં લગ્નનો જમણવાર હતો.દરમિયાનમાં જમણવાર બાદ સાતેક લોકોને ફૂડ પોઝિશનિંગની અસર થઈ હતી.જેથી તેઓને સારવાર માટે અહિંની સિવિલે લાવવામાં આવ્યા હતા.

વાંકાનેરમાં થયેલા જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની અસર થવાથી સકીનાબેન કાસમભાઇ, તનિષાબેન, સીમરમબેન આશિષભાઈ, સોયબ રહીમભાઈ, આસિફ ઇમરાનભાઈ અને આરીફ અલારખાભાઈ રહે.બધા વાંકાનેર તથા અફસાનાબેન સાહિલભાઈ પલેજા (૨૫) રહે.માળિયા ફાટક પાસે મોરબી-૨ ને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

ચોરીના ગુનામાં ધરપકડ

મોરબીના ધરમપુર ગામ પાસે રવિરાજ ચોકડી નજીકથી બાઉકની ચોરી થઈ હતી.તે ગુનામાં તપાસ કરીને તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.ડી.જોગેલા દ્વારા અલાઉદ્દીન રાયસિરભાઈ સંઘવાણી મિંયાણા (૨૭) રહે.જોન્સનગર મોરબી ની ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.

સાપ કરડી જતા સારવારમાં

ટંકારાના મેઘપર ઝાલા ગામે સિમ વિસ્તારમાં મજૂરી કામ કરતા પરિવારના અક્ષીતાબેન વિઠલાભાઇ રાઠવા નામની ૨૧ વર્ષીય યુવતીને સાપ કરડી જતા અત્રેની સિવિલે સારવારમાં લાવવામાં આવી હતી. જ્યારે હળવદના સુખપર ગામે રહેતા લાભુબેન મનજીભાઈ કોળી નામના ૬૭ વર્ષના વૃદ્ધા સુખપર ગામેથી હળવદ જતા હતા ત્યારે રસ્તામાં શક્તિનગર પાસે તેમનું બાઇક સ્લીપ થવાના બનાવમાં તેઓ ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમા

મોરબી શનાળા રોડ સ્કાય મોલ પાસે આગળ જતા ટ્રકમાંથી કોઇ વસ્તુ ઉડતા પાછળ બાઈક લઈને જતા મિતેશ કેશવજી પટેલ (૩૪) રહે. લખધીરગઢ તા.ટંકારા બાઈકમાંથી પડી ગયો હતો.જેથી ફેકચર જેવી ઈજા થતાં સારવારમાં લઈ જવાયો હતો.જ્યારે રવાપરના વાડી વિસ્તારમાંથી બાઈક લઈને એસપી રોડ બાજુના રસ્તે જતા વખતે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા થતા હિંમત પ્રવીણભાઈ ડાભી નામના ૩૦ વર્ષના યુવાનને ઇજા થતા અત્રેની સાગર હોસ્પિટલએ સારવારમાં લાવવામાં આવ્યો હતો.તેમજ ટંકારાના ટોળ ગામે રહેતા સૃજલ ઇમરાનભાઈ હેરંજા નામના ૧૬ વર્ષના સગીરને બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજા થતા સારવારમાં મોરબી લવાયો હતો.

વાહન અકસ્માત

કચ્છના લાકડીયા ખાતેથી બાદલગઢ જતા રસ્તે વાહન અકસ્માત થયો હતો.જેમાં ટ્રક સાથે અથડામણ થતા રાજુભા સતુભા રાણા (૫૩) રહે. લાકડીયા તા.ભચાઉ જી.કચ્છ ઇજા પામતા અત્રે આયુષ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે સરવડથી ભેલા ગામ જતા રસ્તે રિક્ષામાંથી નીચે પડી જતા કિરણબેન મગનભાઈ કુંભારવાડીયા (૨૯) રહે.વવાણીયા માળીયા મીંયાણા વાળાને હોસ્પિટલે લઈને આવ્યા હતા.








Latest News