મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ખારચિયા નજીક બસ પાછળ અર્ટીકા કાર અથડાતા બે ના મોત, ત્રણ પૈકીના બે ઇજાગ્રસ્તો રાજકોટ ખસેડાયા, બાળકનો આબાદ બચાવ


SHARE







મોરબીના ખારચિયા નજીક બસ પાછળ અર્ટીકા કાર અથડાતા બે ના મોત, ત્રણ પૈકીના બે ઇજાગ્રસ્તો રાજકોટ ખસેડાયા, બાળકનો આબાદ બચાવ

મોરબી તાલુકાના ખારચિયા ગામ પાસે રોડ સાઈડમાં ઊભેલી એસટીની બસની પાછળ અર્ટીકા કાર અથડાઈ હતી.વહેલી સવારે બનેલા આ અકસ્માત બનાવમાં ઘટના સ્થળે જ એક આધેડનું મોત નિપજયુ હતું.જ્યારે અન્ય એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયુ હતું.જ્યારે ત્રણ જેટલા ઇજાગ્રસ્તોને અહીંની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યાંથી વધુ સારવાર માટે બે લોકોને રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.તેમજ સાથે રહેલા ૧૩ વર્ષના બાળકને કોઈ ઇજા થઈ ન હોય તેનો આબાદ બચાવ થયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કચ્છના ગાંધીધામ ખાતે આવેલા બાલાજી મંદિર ખાતે શરણાઈ સહિતના વાજિંત્રો વગાડવાનું કામકાજ કરતા પાંચેક લોકો તથા એક બાળક અર્ટીકા કારમાં બેસીને ગાંધીધામના બાલાજી મંદિર ખાતેથી દ્વારકા દર્શન કરવા માટે જતા હતા.તે દરમિયાનમાં આજે તા.૨૭ ના વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં તેઓની કાર રોડ સાઈડમાં ઊભેલી બસ સાથે અથડાઈ હતી.આ અકસ્માત બનાવમાં ઘટના સ્થળે જ રામાનુજા જગન્નાથ પંચાંગમ ચારૂલ (ઉંમર ૫૩) રહે.વેલુર આંધ્રપ્રદેશ હાલ રહે.બાલાજી મંદિર ગાંધીધામનું મોત નિપજ્યું હતું.જ્યારે ગંભીરપણે ઘવાયેલી હાલતમાં કાસૈયા રામુલુ રોમ્પલી (ઉમર ૬૭) રહે.મૂળ આંધ્રપ્રદેશ હાલ રહે.બાલીજી મંદિર ગાંધીધામ (કચ્છ) ને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જોકે ટૂંકી સારવાર દરમિયાન તેઓનું પણ મોત નિપજ્યું હતું.

જ્યારે ત્રણ લોકોને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.જે પૈકીના કારના ડ્રાઇવર એવા કૃણાલ પ્રકાશભાઈ અશ્વિની (ઉમર ૨૪) રહે.ગોપાલનગર આદિપુર (કચ્છ) તથા અજનાર લચ્છુત (ઉંમર૪૬) મૂળ રહે.વિશાખાપટ્ટનમ હાલ રહે.બાલાજી મંદિર ગાંધીધામ (કચ્છ) ને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે.જ્યારે ધાલૈયા ક્રિષ્નામૂર્તિ નવીરી (ઉમર ૪૪) રહે.મૂળ વિશાખાપટ્ટનમ હાલ ગાંધીધામ બાલાજી મંદિર ખાતે ને અત્રેની સિવિલે સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.જ્યારે આ અકસ્માત બનાવ સમયે આશરે ૧૩ વર્ષનો એક બાળક પણ કારમાં સાથે હતો.જોકે તેને કોઈ ઈજા થયેલ નથી.તેમ મોરબી તાલુકા પોલીસ મથકના બીટ વિસ્તારના જમાદાર એમ.પી.ઝાલા પાસેથી જાણવા મળેલ છે.આ કેસની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એ.બી.મિશ્રા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતો વિરલ મનસુખભાઈ પાડલીયા નામનો ૩૫ વર્ષનો યુવાન બાઈકમાં જતો હતોત્યારે છોટાહાથી સાથે અથડામણ થતા ઇજા પામતા ૧૦૮ વડે તેને અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદના કડીયાણા ગામે રહેતી ટમુબેન મહેશભાઈ કોળી નામની ૩૬ વર્ષીય મહિલા બાઇક પાછળ બેસીને વાડી વિસ્તાર બાજુથી કડીયાણા ગામ બાજુ આવી રહ્યા હતા ત્યારે ગામના મેલડી માતા મંદિર પાસે તેઓનું બાઈક સ્લીપ થતા અકસ્માત બનાવમાં ઈજા પામેલા ટમુબેનને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

જ્યારે મોરબી પંચાસર રોડ ગીતા ઓઇલ મિલની પાસેથી બાઈક લઈને જતા સમયે રસ્તામાં બાઇક સ્લીપ થવાના બનાવમાં કલાભાઈ મોહનભાઈ હડિયલ (૩૬) રહે.પંચાસર રોડ વાડી વિસ્તારને ઇજા થતા તેને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.






Latest News