મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

હળવદના શક્તિનગર ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત, સાત દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE

















હળવદના શક્તિનગર ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત, સાત દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

હળવદ તાલુકાના શક્તિનગર ગામે રહેતા યુવાનને સાત દીકરીઓ હતી અને થોડા સમય પહેલા જ તેના ઘરે દીકરાનો જન્મ થયો હતો જો કે, તે દીકરાનો જન્મ અધૂરા મહિને થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ યુવાન અને તેનો પરિવાર હરી ઈચ્છા બળવાન એમ માનીને જીવન રાબેતા મુજબ જીવી રહ્યા હતા જો કે, ગઇકાલે યુવાને તેનું મજૂરી કામ પૂરી કરીને પાછો ઘરે આવી રહ્યો હતો ત્યારે હાર્ટ એટેક આવી જવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને નાના એવા ગામમાં શોકનું મોજું ફરી ગયું હતું.

હાલમાં મળતી માહિતી મુજબ હળવદના શક્તિનગર ગામે રહેતા ભાવેશભાઈ ભટ્ટ (40) મજૂરી કામ કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને ગઇકાલે સાંજે તે પોતાનું કામ પૂરું કરીને પાછા ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં હાર્ટ એટેક આવી જવાથી તેનું મોત નીપજયું હતું. વધુમાં ગામના લોકો પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક ભાવેશભાઇ ભટ્ટને સંતાનમાં 7 દીકરીઓ છે અને 15 દિવસ પહેલા જ તેમના ઘરે દીકરાનો જન્મ થયો હતો જેથી ભટ્ટ પરિવારમાં ખુશીનો માહોલ હતો પરંતુ દીકરાનો જન્મ અધૂરા મહિને થયો હોવાથી તેનું મોત નીપજયું હતું અને ત્યારે ભાવેશભાઈ ભટ્ટને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને ભટ્ટ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જો કે, છેલ્લા દિવસોથી ભાવેશભાઈ ફરી પાછા રાબેતા મુજબ પોતાનું કામ કરવા લાગ્યા હતા પરંતુ દીકરાના મોતનો આઘાત સહન ન થતાં સોમવારે સાંજના સમયે તેઓ પોતાનું મજૂરી કામ પૂરું કરીને ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓને હાર્ટ એટેક આવી ગયો હતો જેથી તેમનું મોત નીપજયું હતું અને આ બનાવથી ભટ્ટ પરિવાર તેમજ આખા ગામમાં શોકનું મોજું ફરી ગયું હતું કેમ કે, સાત દીકરીઓને પિતાની છત્રછાયા ગુમાવી છે આજે ભાવેશભાઈની અંતિમક્રિયા કરવામાં આવી હતી ત્યારે તેઓની મોટી દીકરી મિતલ (19)એ મુખાગ્નિ આપીને દીકરા તરીકેની ફરજ પૂરી કરી હતી. 




Latest News