મોરબીના નવલખી બ્રિજ પાસેથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરવામાં આવતા ગુનો નોંધાયો
ચોમાસા પહેલા જોખમી મિલકતો તોડવાનું શરૂ: મોરબી મહાપાલિકાનું બુલડોઝર હવે જૂની-જર્જરિત બિલ્ડીંગો ઉપર ફરી વળ્યું
SHARE
ચોમાસા પહેલા જોખમી મિલકતો તોડવાનું શરૂ: મોરબી મહાપાલિકાનું બુલડોઝર હવે જૂની-જર્જરિત બિલ્ડીંગો ઉપર ફરી વળ્યું
સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ભારે વરસાદ કે સતત વરસાદના કારણે જૂની અને જર્જરિત મિલકતો તૂટી પડે અને જીવલેણ અકસ્માત બને તેવી ઘટનાઓ છેલ્લા વર્ષોમાં બનેલ છે ત્યારે આગામી ચોમાસા દરમિયાન આવી કોઈ ઘટના મોરબી શહેરી વિસ્તારમાં ન બને તે માટે જૂની અને જર્જરિત મિલકતોને મહાપાલિકાની ટીમ દ્વારા તોડી પાડવા માટેની કામગીરીના શ્રીગણેશ આજથી કરવામાં આવ્યા છે
મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ રોડ રસ્તાની સાઈડના નાના મોટા અને કાચા પાકા દબાણો હતા તેને દૂર કરવા માટેની કામગીરી તો છેલ્લા ઘણા મહિનાઓથી પાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે તેવામાં હવે ગણતરીના દિવસોમાં ચોમાસું સક્રિય થવાનું છે ત્યારે પહેલા જૂની અને જર્જરિત મિલકતો છે. તેને તોડી પાડવા માટેની કામગીરી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ મહાપાલિકાની ટીમ દ્વારા શરૂ કરવામાં આવેલ છે વધુમાં મળતી વિગત પ્રમાણે મોરબીના જુદા જુદા વિસ્તારમાં આવેલ જૂની અને જર્જરિત 26 જેટલી બિલ્ડીંગો આવેલ છે તેને નોટિસો આપવામાં આવી છે અને તે પૈકીની 16 બિલ્ડીંગોના આસામીઓને છેલ્લી નોટિસ પણ આપી દેવામાં આવી હતી તો પણ તેના આસામીઓ દ્વારા જૂની અને જર્જરિત મિલકતોના બાંધકામને દૂર કરવા માટેની તસ્તી લેવામાં આવી ન હતી જેથી મહાપાલિકાની ટીમ દ્વારા આજે જૂની અને જર્જરિત મિલકતોને તોડી પાડવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે આજે મોરબીના વાઘપર વિસ્તારમાં વર્ષો જૂનું બે માળના મકાનને પહેલા તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યાર બાદ અરુણોદયનગર, વર્ધમાનનગર, રિલિફનગર સહિતના વિસ્તારોમાં જે જૂની અને જર્જરિત મકાનો છે તેને તોડી પાડવા માટેની કામગીરી કરવામાં આવશે તેવી માહિતી કમિશનર સંજય સોની પાસેથી જાણવા મળી હતી.