મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

ટંકારાના કલ્યાણપર ગામે ઉંચાઇએથી નિચે પડી જતા યુવાન રાજકોટ ખસેડાયો


SHARE

















ટંકારાના કલ્યાણપર ગામે ઉંચાઇએથી નિચે પડી જતા યુવાન રાજકોટ ખસેડાયો

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે આવેલા વૃંદાવન પોલીપેક નામના કારખાનાના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા જગદીશભાઈ ધૂપે નામના ૫૫ વર્ષના આધેડ કોઈ કારણોસર ઊંચાઈએથી પડી ગયા હોય ઇજા પામ્યા હતા.જેથી અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જોકે અત્રે પ્રાથમિક સારવાર આપીને તેઓને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું એ ડિવિઝન પોલીસ સુત્રો દ્રારા જણાવવામાં આવેલ છે.જયારે માળીયા મિંયાણાના વર્ષામેડી ગામે દિવાલ પગ ઉપર પડતા ઇમરાન રહીમભાઈ માણેક (ઉંમર ૧૮) રહે.કાજરડા માળીયા મિંયાણાને સારવાર માટે અહીંની સિવિલે લવાયો હતો.તેમજ સોખડા ગામના પાટીયા પાસે આવેલ ફાસ્ટેન લેમીનેટમાં રહેતા ભગતસિંગ રાવજેસીંગ સિંગ નામના ૩૦ વર્ષના યુવાનને ઇન્ડિયન ઓઇલના પંપ પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલ હાલતમાં સારવારમાં લવાયો હતો.

રીક્ષા પલટી જતા ઇજા

મોરબીના નાનીવાવડી ગામે ફાટક પાસે રીક્ષા પલ્ટી જવાના બનાવમાં સારાબેન હનીફભાઈ સુમરા (ઉમર ૩૭) રહે.વનાળીયા તા.મોરબીને ઇજાઓ થતા અત્રે આયુષ હોસ્પિટલે સારવારમાં લવાયા હતા.જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સરા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા ઈશ્વરભાઈ બચુભાઈ વરમોરા નામના ૫૭ વર્ષના આધેડ બાઈકમાં જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સહીત નીચે પડતા જમણા હાથ તથા છાતીમાં ઇજા સાથે અત્રે ખાનગી હોસ્પિટલે સારવારમાં લવાયા હતા.

વૃદ્ધા સારવારમાં

સુરેન્દ્રનગરના થાન ખાતે ફૂલવાડી વિસ્તાર મેલડી માતા મંદિર પાસે રહેતા દેવુબેન ત્રીકમભાઈ લકુમ નામના ૬૦ વર્ષના વૃદ્ધા પુત્ર પાછળ બાઈકમાં બેસીને થાનથી મોરબી બાજુ આવતા હતા.ત્યારે રસ્તામાં ખોડીયાર મંદિર પાસે તેઓ બાઈકમાંથી પડી ગયા હોય અત્રે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદ-ધાંગધ્રા રોડ ઉપર આવેલા સોલડી ગામ પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં શીવાભાઈ હનુભાઈ (ઉમર ૨૪) રહે.નાડીયાવાસ બસ સ્ટેશન પાછળ હળવદને ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

લાતી પ્લોટ અકસ્માત

મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૬ પાસેથી બાઈક પાછળ બેસીને જઈ રહેલા જયંતિભાઈ લાલજીભાઈ ચૌહાણ (૪૩) રહે.મહેન્દ્રનગર ગાયત્રીનગર વિસ્તાર બાઈકમાંથી પડી ગયા હોય તેમને ઈજા થતાં ખાનગી હોસ્પીટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમ પોલીસે જણાવેલ છે.જ્યારે મોરબી વાઘપરાના નાલા પાસે રહેતા સાહિલ ઈકબાલ પઠાણ નામના ૨૭ વર્ષના યુવાનને તેના ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.




Latest News