હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઝેરી દવા વાળું પાણી ગ્લાસમાંથી પી ગયેલ સગીરાનું સારવારમાં મોત
SHARE
હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઝેરી દવા વાળું પાણી ગ્લાસમાંથી પી ગયેલ સગીરાનું સારવારમાં મોત
હળવદના ડુંગરપુર ગામે રહેતો યુવાન પોતાના ખેતરમાં દવા છાંટવાનું કામ કરતો હતો ત્યારે દવા વાળું પાણી ગ્લાસમાં ભરીને મૂકી રાખ્યું હતું જે ભૂલથી તેની સગીર વયની દીકરી પી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે સગીરાનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતક સગીરાના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ તાલુકાના ડુંગરપુર ગામે સરકારી સ્કૂલની બાજુમાં રહેતા દિનેશભાઈ સોમાભાઈ આકરિયાની દીકરી પુજાબેન દિનેશભાઇ આકરીયા (17) ખેતરમાં ખળમાં છાંટવાની ઝેરી દવા ભરેલ ગ્લાસમાંથી ઝેરી દવા વાળું પાણી પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે સગીરાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક સગીરાના પિતા દિનેશભાઈ સોમાભાઈ આકરિયા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે વધુમાં દિનેશભાઈ આકરીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓના લીંબુના બગીચા વાળી વાડીમાં દવા છાંટવાનું કામ કરતા હતા ત્યારે દવા વાળું પાણી ભરેલ ગ્લાસ પડ્યો હતો જેમાંથી ભૂલથી તેની દીકરી દવા વાળું પાણી પી ગઈ હોવાથી તેને ઝેરી અસર થઈ હતી અને તે સગીરાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હેર ડાય પી જતાં સારવારમાં
મોરબીના વિસ્તારમાં આવેલ ઇન્ડિયન બ્યુટી પાર્લર ખાતે રહેતો સુખવીર શિવરાજ રાજપુત (18) નામના યુવાન કોઈ કારણોસર માથામાં નાખવાની હેર ડાય પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની જાણ બી ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી.
ઝેરી જનાવર કરડી ગયું
મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસે આવેલ શ્યામ સીરામીક ખાતે રહેતા ક્રિષ્નાબેન અંકુશભાઈ કટારા (25) નામની મહિલાને કોઈ ઝેરી જનાવર કરડી જતાં તેને ઝેરી અસર થઈ હતી જેથી તે મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે