મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર-રાજકોટ હાઇવે પરના ટાટીયા તોડ સ્પીડ બ્રેકરો જીવલેણ બને તે પહેલા તંત્ર સફેદ પટ્ટા-રેડિયમ રિફલેકટર મૂકવાની માંગ


SHARE











વાંકાનેર-રાજકોટ હાઇવે પરના ટાટીયા તોડ સ્પીડ બ્રેકરો જીવલેણ બને તે પહેલા તંત્ર સફેદ પટ્ટા-રેડિયમ રિફલેકટર મૂકવાની માંગ

વાંકાનેર તાલુકાના ખેરવા ગામ પાસે હાઇવે પર જે સ્પીડ બ્રેકરો બનાવવામાં આવેલ છે જો કે, રાત્રિના સમયે દેખાઈ તેમ નથી જેથી ત્યાં સફેદ પટ્ટા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો ત્યાં સફેદ પટ્ટા કે રેડિયમ રિફલેકટર નહિ મૂકવામાં આવે તો આ સ્પીડ બ્રેકરો નિર્દોષ વાહન ચાલક માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

વાંકાનેરના ખેરવા ગામે રહેતા આરટીઆઇ એક્ટિસ્ટ અને સામાજિક આગેવાન ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યુ છે કે, કુવાડવાથી વાંકાનેર સ્ટેટ હાઈવે રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાં આવે છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ખેરવા ગામ પાસે હાઇવે પર જે સ્પીડ બ્રેકરો છે તે વાહન ચાલકોના ટાટીયા તોડે અને ફેકચરો કરી નાખે તે પ્રકારના છે આવા સ્પીડ બ્રેકરો ખાસ કરીને ટુ વ્હીલર અને નાના વ્હીલ વાળા વાહનના ચાલકો ઉછળીને પડે છે. ત્યારે આ પ્રકારના બમ્પરો જીવલેણ સાબિત થાય તે પહેલા ત્યાં સફેદ પટ્ટા કરવામાં આવે તેવી માંગ કરેલ છે. ઉલેખનીય છે કે, આ અંગે જવાબદાર તંત્રના અધિકારીને ટેલીફોનિક રજૂઆત કરેલ હતી જેને લાંબો સમય થવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે તંત્ર કોઈના મોતની રાહ જોતું હોય તેમ દેખાઈ રહ્યું છે. અને જો ટ્રાફિકના નિયમની અમલવારી ન કરે તો વાહન ચાલકો પાસેથી દંડ લેવામાં આવે છે તેવી જ રીતે રોડ ઉપર ખાડાના લીધે કે પછી આવા સ્પીડ બ્રેકરના લીધે કોઈ જીવલેણ અકસ્માત થાય તો જે તે વિભાગના અધિકારીને દોષિત ઠેરવવા જોઈએ તેવી પણ માંગ કરેલ છે.






Latest News