મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

ટંકારાના વાઘગઢ ગામે વાડી નજીક ઝઘડો કરનાર બે શખ્સોને સમજાવવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE

















ટંકારાના વાઘગઢ ગામે વાડી નજીક ઝઘડો કરનાર બે શખ્સોને સમજાવવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામના યુવાને તેઓના ગામના વ્યક્તિ સાથે માથાકૂટ કરી બોલાચાલી અને ઝઘડો કરનારા બે શખ્સને ઝઘડો ન કરવા માટે સમજાવ્યા હતા જે બાબતનો ખા રાખીને બંને શખ્સોએ યુવાનને ઢીકાપાટુનો મારમારીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે એક શખ્સે તેની પાસે રહેલ છરી વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો અને સાથળના ભાગે છરી મારી હતી જેથી યુવાનને સાથળના ભાગે ત્રણ ટાંકા આવ્યા હતા માટે યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા વનરાજસિંહ મંગળસિંહ ઝાલા (48)હાલમાં યોગેશભાઈ તુલસીભાઈ કાસુન્દ્રા અને મનોજભાઈ તુલસીભાઈ કાસુન્દ્રા રહે. બંને ઘુનડા (ખા) ગામ તાલુકો ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓની વાઘગઢ ગામની પાછળના ભાગમાં આવેલ વાડીની બાજુમાં અઠવાડીયા પહેલા તેઓના ગામના રભા ઝાલાની સાથે બંને આરોપીઓ બોલાચાલી ઝઘડો કરીને માથાકૂટ કરતા હતા ત્યારે ફરિયાદીએ આરોપીઓને ઝઘડો ન કરવા સમજાવ્યા હતા જે બાબતનો ખા રાખીને યોગેશભાઈ કાસુન્દ્રા અને મનોજભાઈ કાસુન્દ્રાએ ફરિયાદી યુવાનને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ યોગેશભાઈ કાસુન્દ્રાએ તેની પાસે રહેલ છરી વડે ફરિયાદી ઉપર હુમલો કરીને ડાબા પગના સાથળના ભાગે છરીનો ઘા માર્યો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થયેલ હતી માટે ફરિયાદીને સારવારમાં હોસ્પિટલે લાવ્યા હતા જ્યાં તેને પગમાં ત્રણ ટાંકા આવ્યા હતા આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News