આનંદો ! મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળોનું કરાયું આયોજન મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ આણંદમાં આવેલ અમૂલ ડેરીની અભ્યાસના ભાગરૂપે લીધી મુલાકાત મોરબીના ગ્રાહકને નિયમ મુજબ બોઇલરનું સર્ટી ન આપતા પંજાબની કંપનીને ગ્રાહક સુરક્ષા મંડળે ૨૩.૧૭ લાખ ચુકવવા આદેશ કર્યો મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત પહેલો ઘા રાણાનો !: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં ઘટાડો થાય તે પહેલા જ નેચરલ ગેસના ભાવમાં  3.25 રૂપિયાનો ઘટાડો મોરબી જિલ્લાની વિકાસ વાટિકાનું કલેક્ટર, ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિમોચન કરાયું મોરબી: વાદળ છાયા વાતાવરણમાં કેટલીક બાબતોની કાળજી રાખી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિને વધુ અસરકારક બનાવીએ મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો
Breaking news
Morbi Today

વાંકાનેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં મકાનનો દરવાજો તોડીને સોના-ચાંદીના દાગીના સહિત 1.70 લાખના મુદામાલની ચોરી


SHARE















વાંકાનેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં મકાનનો દરવાજો તોડીને સોના-ચાંદીના દાગીના સહિત 1.70 લાખના મુદામાલની ચોરી

વાંકાનેર શહેરમાં આવેલા વૃંદાવન પાર્ક સોસાયટીમાં મકાનના દરવાજાને તોડીને તસ્કરે ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ ત્રણ એન્ડ્રોઇડ મોબાઈલ આમ કુલ મળીને 1,70,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ રતિલાલ મકવાણા (53)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તા 13/5/2025 ના સવારના આઠ વાગ્યાથી લઈને તા. 15/5/2025 ના સવારના સાત વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા તેના ઘરના દરવાજાને તોડીને ઘરની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બેડરૂમમાં રાખવામાં આવેલ તિજોરીમાંથી સોનાના બે પેન્ડલ, સોનાની કાનની ત્રણ જોડી બુટ્ટી, સોનાનું મંગળસૂત્ર, સોનાની કાનમાં પહેરવાની ચાર જોડી કડી, સોનાની કાનમાં પહેરવાની એક જોડી શેર, સોનાની બે વીંટી, નાકમાં પહેરવાના સોનાના છ દાણા, ચાંદીનો એક જુડો, ચાંદીની મગમાળા તથા ચાંદીના આઠ જોડી સાંકડા આમ કુલ મળીને સોના ચાંદીના 1,65,000 રૂપિયાની કિંમતના દાગીના અને 5,000 ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,70,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ ભોગ બનેલ આધેડની દીકરીની સારવાર માટે તો રાજકોટ ગયેલ હતા જેથી તેઓનું ઘર બંધ હતું ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેના ઘરને નિશાન બનાવેલ છે અને સોના ચાંદીના દાગીના સહિતના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે.




Latest News