મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ ગામેથી કટારીયા હનુમાનજીના મંદિરે દર્શન કરવા જતાં પરિવારને નડ્યો અકસ્માત: દંપતી સહિત પાંચને ઇજા


SHARE









મોરબીના ઘુટુ ગામેથી કટારીયા હનુમાનજીના મંદિરે દર્શન કરવા જતાં પરિવારને નડ્યો અકસ્માત: દંપતી સહિત પાંચને ઇજા

મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ હરિઓમ પાર્કમાં રહેતો યુવાન પોતાની પત્ની, સંતાન અને કાકા કાકી સાથે મદિરે દર્શન કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે સૂરજબારી ચેકપોસ્ટ પાસે ટ્રાફિક હોવાથી તે પોતાની ગાડીને બ્રેક કરીને ઉભી હતો તેવામાં પાછળ આવેલ બોલેરો ગાડીને ચાલકે યુવાનની ગાડીમાં પોતાની બોલેરો અથડાવી હતી જેથી યુવાનની કાર આગળના ભાગમાં ઉભેલ ટ્રક સાથે અથડાઇ હતી અને કારમાં બેઠેલા પાંચેય વ્યક્તિઓને ઇજા થયેલ હતી જેથી તેઓને સારવારમાં ખસેડાયા હતા અને કારમાં પણ નુકસાની થયેલ હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે માળીયા (મી) તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ઘૂટું ગામ પાસે આવેલ હરિ ઓમ પાર્ક ડી-5 માં રહેતા અને સીરામીકમાં કોન્ટ્રાક્ટ રાખતા અંકિતભાઈ ચંદુભાઈ ધોળું (32) નામના યુવાને બોલેરો પીકપ ગાડી નંબર એપી 16 ટીસી 8627 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ ઘુટુ ગામેથી પોતાના પત્ની તરુણાબેન, દીકરા અક્ષય, કાકા શાંતિલાલ મગનલાલ ધોળું અને કાકી સમતાબેન શાંતિલાલ ધોળું સાથે કચ્છના કટારીયા ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર સૂરજબારી ચેકપોસ્ટ થી આગળના ભાગમાં ટ્રાફિક હોવાથી યુવાન પોતાની બલેનો ગાડી નંબર જીજે 36 એસી 3190 ને બ્રેક કરીને ઉભો હતો.

દરમિયાન આરોપીએ બેફિકરાયથી પોતાની બોલેરો પીકપ ગાડી ચલાવીને ફરિયાદીની બલેનો ગાડીમાં પાછળથી ભાગમાં અથડાવી હતી જેથી ફરિયાદીની કાર આગળના ભાગમાં ઉભેલા ટ્રકની પાછળ અથડાતાં અકસ્માત થયો હતો જે બનાવવામાં ફરિયાદીને સામાન્ય ઇજાઓ થઈ હતી જો કે, તેના પત્ની તરુણાબેનને માથાના ભાગે, દીકરા અક્ષયને જમણા પગના સાથળના ભાગે, ફરિયાદીના કાકા શાંતિભાઈને માથાના ભાગે અને કાકી સમતાબેનને જમણી આંખ પાસે ઇજાઓ થઇ હતી જેથી પાંચેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News