મોરબીના લીલાપર રોડે પેપર મિલમાં લોડર ચાલકે હડફેટે લેતા બે વર્ષના માસૂમ બાળકનું મોત
SHARE
મોરબીના લીલાપર રોડે પેપર મિલમાં લોડર ચાલકે હડફેટે લેતા બે વર્ષના માસૂમ બાળકનું મોત
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પેપર મિલના કારખાનામાં માતા કામ કરી હતી ત્યાં રમતા બે વર્ષના બાળકને લોડરના ચાલકે હડફેટે લેતા તે બાળકને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને બાળકનું મોત નીપજયું હતું જે બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમમાં ઘણી વખત અકસ્માતમાં માસુમ બાળકોના મોત નીપજતા હોય તેવી ઘટનાઓ બનતી હોય છે આવો જ એક બનાવો મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિલ્સન પેપર મીલ કારખાનાની અંદર બન્યો હતો જેમાં મળતી માહિતી મુજબ પ્રમોદ શંકરભાઈ સેવરીયા (2) નામના બાળકને લોડરના ચાલકે હડફેટે લેતા તે બાળકને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે બાળકનું મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના ઘૂટું રહેતો સંજય વીરસંગભાઈ મકવાણા (27) નામનો યુવાન રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં રોલજા સિરામિક ઉચી માંડલ ગામ પાસેથી બાઈકમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
આધેડ સારવારમાં
મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા ઇન્દ્રજીતસિંહ (56) નામના આધેડને ગભરામણ અને ઉલટીઓ થવા લાગી હતી જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.