મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને નોંધાવેલ ફરિયાદમાં વધુ એક વ્યાજખોરની ધરપકડ


SHARE



































મોરબીમાં યુવાને નોંધાવેલ ફરિયાદમાં વધુ એક વ્યાજખોરની ધરપકડ

મોરબીના ઉમિયા સર્કલ નજીક આવેલ ન્યુ ગોકુલ મથુરા સોસાયટીમાં રહેતા વેપારી યુવાને પોતાના ફ્લેટ અને કારના હપ્તા ચડી ગયા હોવાથી તે રકમ ભરવા માટે જુદા જુદા વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલા હતા અને તેની સામે લાકડા જેવું વ્યાજ ચૂકવામાં આવતું હતું તેમ છતાં પણ વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા જતાં જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ વચ્ચેના ભાગમાં આવેલ ન્યુ ગોકુલ મથુરા સોસાયટીમાં ગીતાંજલિ એપાર્ટમેન્ટ ખાતે રહેતા દેવકુમાર ચેતનભાઇ સોરીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયરાજભાઇ લોહાણા, દેવ લોહાણા, હિમેશભાઈ ખમીજા, વિશાલભાઈ, વિશાલ બોરીચા, સાગર બારડ, સઇદ અકરમ કાદરી, મહારાજ અને અફ્રીદ શેખ સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે ફરિયાદી યુવાનને તેના ફ્લેટ અને વેન્યુ ગાડીના હપ્તા ભરવા માટે થઈને રૂપિયાની જરૂરિયાત હતી જેથી કરીને તેણે વ્યાજે રૂપિયા લીધેલ હતા અને ત્યાર બાદ તે વ્યાજના ચક્રમાં ફસાયો હતો જેથી તેની પાસેથી કાર અને સ્કૂટર પણ વ્યાજખોરોએ પડાવી લીધા  હતા જેથી કરીને ભોગ બનેલા યુવાને કુલ મળીને નવ શખ્સોની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પહેલા પોલીસે પાંચ આરોપીઓને પકડ્યા હતા અને આ ગુનામાં વધુ એક આરોપી હિમેશભાઈ પ્રકાશભાઈ ખમીજા (18) રહે. આનંદનગર પાપજી ફર્ન વર્લ્ડ પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. અને અત્યાર સુધીમાં આ ગુનામાં કુલ 6 આરોપી પકડાયેલ છે અને હજુ ત્રણ આરોપીને પકડવાના બાકી છે.

અકસ્માતમાં ઇજા

સુરેન્દ્રનગરના રામરાજપરના રહેવાસી જયેશભાઈ બાબુભાઈ પટેલ (28) નામનો યુવાન મોરબીમાં શક્તિ ચોક પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈક આડે ગાય આવી હતી જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે


















Latest News