મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી યુવાન ઘર છોડીને ચાલ્યા જવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી યુવાન ઘર છોડીને ચાલ્યા જવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબીના રવાપર રોડ ઉપર રહેતા યુવાને જુદાજુદા સમયે અલગ અલગ વ્યક્તિ પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધેલા હતા જે યુવાન પાસેથી તેના બે સ્કૂટર બળજબરીથી વ્યાજખોર લઈ ગયેલ હતા અને તેની પત્નીના ઘરેણાં વેચીને રકમ વ્યાજખોરને આપી હતી તો પણ વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી યુવાન તેનું ઘર છોડીને ચાલ્યો ગયો હતો ત્યાર બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં વધુ એક આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ મહાબલી હનુમાન મંદિર સામે વૈદેહીક પ્લાઝા વાળી શેરીમાં અક્ષર એપાર્ટમેન્ટના ચોથા માળે બ્લોક નંબર 401 માં રહેતા જગદીશભાઈ કિર્તીભાઈ ગજ્જર (39)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઈ ડાંગર, ભાવેશભાઈ છબીલભાઈ, પારસ ઉર્ફે ભોલુ મુકેશભાઈ જારીયા, કિશનભાઇ મનુભા લાંબા અને ભરતભાઈ કાનાભાઈ ચાવડા સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, આ શખ્સો પાસેથી તેને જુદાજુદા સમયે ઊંચા વ્યાજે રૂપિયા લીધેલા હતા અને કેટલાકને તો વ્યાજના રૂપિયા આપ્યા હતા તો પણ તેની પાસે વ્યાજની ઉઘારણી કરવામાં આવતી હતી જેથી તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો જો કે, તેના પરિવારને વ્યાજખોરો હેરાન કરશે તેવો ડર લગતા તે પાછો આવી ગયો હતો અને બાદ તેને એ ડિવિઝનમાં ફરિયાદ કરી હતી જે ગુનામાં પહેલા બે આરોપીને પકડવામાં આવેલ હતા તે અગાઉ પકડાયેલા આરોપીઓ જેલમાં છે અને હાલમાં આ ગુનામાં કિશનભાઇ મનુભા લાંબા (24) રહે. વજેપર શેરી-15 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે આ ગુનામાં અત્યાર સુધીમાં ચાર આરોપી પકડાયેલ છે અને એક આરોપીને પકડવાનો બાકી છે તેવુ પોલીસ પાસેથી જાણવા મળેલ છે.
મારામારીમાં ઇજા
મોરબીના ધરમપુર રોડે આવેલ આદર્શ સોસાયટીમાં રહેતો ભાવેશ નીલકમલભાઈ શર્મા (20) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર આવેલ એસટી બસ સ્ટેશન પાસે હતો ત્યારે ત્યાં મારામારીના બનાવમાં ઈજા થવાથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી