મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કાર હડફેટે બે વર્ષના બાળકનું તથા રિક્ષામાંથી પડી જતા વૃદ્ધાનું મોત


SHARE



































મોરબીમાં કાર હડફેટે બે વર્ષના બાળકનું તથા રિક્ષામાંથી પડી જતા વૃદ્ધાનું મોત

મોરબીના વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે કાર ચાલકે બાળકને હડફેટ લેતા બે વર્ષના બાળકનું મોત નિપજેલ છે.જ્યારે નેક્સસ સિનેમા પાસે રહેતા મહિલા રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે લક્ષ્મીનગર ગામ પાસે રિક્ષામાંથી પડી જતા તેઓનું પણ મોત નિપજયુ હતું.બંને બનાવો અંગે પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મોરબીના વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે આવેલા સરતાનપર રોડ ઉપર રહેતા પરિવારનો યુવરાજ પ્રવીણભાઈ ગુડિયા નામનો બે વર્ષનો બાળક રાતાવિરડા પાસે આવેલા જીકે મિનરલ્સ નામના યુનિટની પાસે રોડ નજીક રમતો હતો ત્યારે આઇ ટેન કારના ચાલકે તેને હડફેટ લેતા ગંભીર ઇજાઓ થઈ હતી અને તેને મૃત હાલતમાં જ ૧૦૮ વડે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે સ્થાનિક એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા નોંધ કરીને પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.જ્યારે મોરબીના લક્ષ્મીનગર ગામ પાસેથી પસાર થતી રિક્ષામાંથી પડી જવાથી જેસીબેન હંસરાજભાઈ દહેચીયા દેવીપુજક (ઉમર ૬૦) રહે.નેકસસ સિનેમા પાસે કંડલા બાયપાસ મોરબી ને શરીરે ગંભીર ઇજાઓ થવાથી ઇજા થતા તેઓનું મોત નીપજ્યું હતું બનાવ સંદર્ભે જાણ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

સારવારમાં

મોરબી સબજેલ ખાતે રહેતા પ્રવીણ રઘુભાઈ પંડયા નામના ૪૮ વર્ષના યુવાનને તા.૨૪-૫ ના વહેલી સવારે જેલ ખાતે થયેલ મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો તેમ જાણવા મળેલ છે.બનાવ સંદર્ભે પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી. જ્યારે ધાંગધ્રા પાસે આવેલા મોટા અંકેવાળીયા ગામે રહેતા પાયલબેન ધવલભાઈ ચારોલા નામની ૨૯ વર્ષીય મહિલા ગત તા.૨૫-૫ ના બપોરના ત્રણ વાગ્યાના અરસામાં મોરબીના રવાપર ગામે આવેલ ગોલ્ડન માર્કેટ પાછળ અજાણી બોટલમાંથી કોઈ ટાઇલ્સ ક્લીનર પી ગયા હતા.જેથી તેઓને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એસ.એમ.કમોયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.


















Latest News