મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વિશ્વ સાઇકલ દિવસ: મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ દરરોજ 20 કિ.મી. કરે છે સાયકલિંગ


SHARE









વિશ્વ સાઇકલ દિવસ: મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ દરરોજ 20 કિ.મી. કરે છે સાયકલિંગ

સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૩ જૂનના રોજ વિશ્વ સાઇકલ દિવસ ઉજવવામાં આવે છે, ત્યારે મોરબીના લોકો  માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે મોરબીની શ્રી રોટરીગ્રામ (અ) પ્રા. શાળાના આચાર્ય અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિભાઈ વી. સરડવા છેલ્લા ૩ વર્ષથી વહેલી સવારે નિયમિત ૪:૦૦ વાગ્યે ઊઠી ફ્રેશ થઈ ૪:૩૦ કલાકે  સાઇકલ લઈને ભક્તિનગર સર્કલથી લીલાપર ગેઇટ સુધી દરરોજ બે રાઉન્ડ લગાવી આશરે ૨૦  થી ૨૫ કિ.મી. સાઇકલ ચલાવી આજના સમયમાં પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે.  વિશ્વ સાઇકલ દિવસ નિમિત્તે મણિભાઈ વી. સરડવાએ મોરબીના યુવાનોને દરરોજ નિયમિત સાઇકલ ચલાવવાના અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. મણિભાઈ સરડવાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આજના સમયમાં સાઇકલ ચલાવવાથી પર્યાવરણને પણ ફાયદો થાય છે અને માનવીનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.




Latest News