મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં એપાર્ટમેન્ટના મેન્ટેનન્સ રૂપિયા લીધા બાદ હિસાબ કરવાનું કહેતા યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો


SHARE



































મોરબીમાં એપાર્ટમેન્ટના મેન્ટેનન્સ રૂપિયા લીધા બાદ હિસાબ કરવાનું કહેતા યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો

મોરબીના સનાળા ગામ પાસે આવેલ નંદભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને તે જ એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય બે વ્યક્તિઓને મેન્ટેનન્સ લઈને પછી હિસાબ કરવા માટેનું કહ્યું હતું જે બાબતે તેઓને સારું ન લાગતા તેમણે યુવાનની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી તથા અન્ય બે શખ્સો દ્વારા યુવાનને ગાળો આપીને કમરના ભાગે મણકામાં ફેકચર જેવી ઇજા કરી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સનાળા ગામ પાસે આવેલ જ્ઞાનવિહાર સ્કૂલ નજીક નંદભૂમિ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 401 માં રહેતા ધર્મેન્દ્રભાઈ ગણેશભાઈ બરાસરા (45)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મયંકભાઇ બળવંતભાઈ છત્રોલા, બળવંતભાઈ છત્રોલા, દક્ષ રમેશભાઈ ચીકાની અને પ્રશાંત ધીરુભાઈ કાસુન્દ્રા રહે. બધા નંદભૂમિ એપાર્ટમેન્ટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓએ આરોપી મયંકભાઇ અને દક્ષભાઈને એપાર્ટમેન્ટનું મેન્ટેનન્સ લઈને પછી હિસાબ કરવા માટે કહ્યું હતું જે તેઓને સારું નથી લાગતા તે બંને શખ્સોએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારબાદ બળવંતભાઈ અને પ્રશાંતભાઈએ ફરિયાદીને ગાળો આપીને ઢીકાપાટૂનો માર માર્યો હતો તેમજ ફરિયાદીને કમરના મણકાના ભાગે ફેક્ચર જેવી ઇજા કરી હતી જેથી તે યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાઈક સ્લીપ

ટંકારાના જોધપર ઝાલા ગામે રહેતા દિનેશભાઈ ગોરધનભાઈ હઁસોરા (47) નામનો યુવાન પોતાના ગામથી ટંકારા તરફ જવાના રસ્તા ઉપર બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી પોલીસને જાણ કરવામાં આવી હતી.


















Latest News