મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે તળાવમાં ન્હાવા ગયેલ આઠ વર્ષના બાળકનું મોત


SHARE









મોરબીના શનાળા ગામે તળાવમાં ન્હાવા ગયેલ આઠ વર્ષના બાળકનું મોત

મોરબીના શનાળા ગામ પાસે આવેલ તળાવમાં આઠ વર્ષનો બાળક ન્હાવા માટે ગયો હતો ત્યારે તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી 108 મારફતે તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યાર બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા ગામે શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા ગોપાલભાઈ કાનાણીનો આઠ વર્ષનો દીકરો અમિત કાનાણી ગામ પાસે આવેલ તળાવમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે તેને તાત્કાલિક 108 મારફતે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે બાળકને જોઈ તપાસીને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આ બનાવની મૃતક બાળકના પિતા ગોપાલભાઈ સવાભાઈ કાનાણી (25) રહે. સનાળા ગામ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

મોરબીના માધાપર વિસ્તારમાં રહેતી હેત્વી સંજયભાઈ (15) નામની યુવતી કોઈ કારણોસર દવા પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની શ્યામ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબીની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

વાંકાનેરના વઘાસીયા ગામે રહેતો જાગીર હુસેનભાઈ માથુકિયા (24) નામનો યુવાન ઘરે સૂતો હતો ત્યારે તેના પિતા અને ભાઈએ ઈલેક્ટ્રીક શોર્ટ દેતા તે યુવાનને ઇજા થઇ હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News