મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર, મોરબી અને માળીયા (મી)માં દારૂની જુદીજુદી ચાર રેડ: 25 બોટલ દારૂ, 13 બિયરના ટીન અને 160 લિટર દેશી દારૂ ઝડપાયો


SHARE











વાંકાનેર, મોરબી અને માળીયા (મી)માં દારૂની જુદીજુદી ચાર રેડ: 25 બોટલ દારૂ, 13 બિયરના ટીન અને 160 લિટર દેશી દારૂ ઝડપાયો

વાંકાનેરના મકતાનપર, ચંદ્રપુર અને મોરબીના કબીર આશ્રમથી આગળના ભાગમાં મારુતિનગરમાં તેમજ અણીયાળી ટોલનાકા પાસે દારૂની જુદીજુદી ચાર રેડ કરી હતી ત્યારે દેશી વિદેશી દારૂ ઝડપાયો હતો જેથી કરીને પોલીસે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે ઝાંપા પાસે રહેતા મશરૂભાઈ અબાસણીયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 20 બોટલો મળી આવતા પોલીસે 2,000 રૂપિયાની કિંમતની દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને આરોપી મશરૂભાઈ નાનજીભાઈ અબાસણીયા (52) રહે. મકતાનપર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂની બોટલો આનંદભાઈ મશરૂભાઈ અબાસણીયા લઈ આવેલ હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુરમાં રહેતી મરીયમબેન સંધિના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી 160 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 32 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મરિયમબેન ઉર્ફે મમુબેન હબીબભાઈ સંધિ રહે. ચંદ્રપુર વાળા રેડ દરમિયાન હાજર ન હોવાથી તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કબીર આશ્રમથી આગળના ભાગમાં મારુતિનગરની શેરીમાંથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલો અને બિયરના છ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 3,900 ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી બળદેવસિંહ ગંભીરસિંહ જાડેજા (38) રહે. વાવડી રોડ કબીર આશ્રમથી આગળ મારુતિનગર શેરી નં-2 મોરબી મૂળ રહે. તારાણા તાલુકો જોડિયા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.

માળીયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ અણીયાળી ટોલનાકા પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલો તથા બિયરના સાત ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને 2,072 રૂપિયાની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી નવઘણભાઈ ગોરધનભાઈ સીતાપરા (31) રહે. સુલતાનપુર તાલુકો માળીયા (મી) પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News