મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

ટંકારામાં માતાજીના પ્રસંગ બાબતે ખાર રાખીને યુવાન સાથે માથાકૂટ: બે શખ્સોએ કાર સળગાવી દીધી


SHARE

















ટંકારામાં માતાજીના પ્રસંગ બાબતે ખાર રાખીને યુવાન સાથે માથાકૂટ: બે શખ્સોએ કાર સળગાવી દીધી

ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા યુવાને પોતાના ઘરે માતાજીના પ્રસંગ સબબ કુટુંબના માણસો ભેગા થયા હતા અને આ પ્રસંગ કરવામાં બે શખ્સો રાજી ન હતા જેથી તેણે ફરિયાદી અને સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તથા પાવડા લઈને આવ્યા હતા અને યુવાન સાથે બોલાચાલી ઝઘડો અને માથાકૂટ કરી હતી તેમજ યુવાનની આઈ 20 કારને આગ લગાવીને સળગાવી દઈને કારમાં નુકસાની કરી હતી તેમજ તે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા એડવોકેટ દેવજીભાઈ રાણાભાઇ ચૌહાણ (35એ હાલમાં નરેશભાઈ ઉર્ફે પોપટભાઈ રામજીભાઈ ચૌહાણ તથા દિનેશભાઈ ચનાભાઈ ચૌહાણ રહે. બંને નાના ખીજડીયા વાળા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કેતેઓના ઘરે માતાજીના પ્રસંગ સબબ કુટુંબના માણસો ભેગા થયા હતા અને આ પ્રસંગ કરવામાં આરોપીઓ રાજી ન હોવાથી તેઓએ ફરિયાદી તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તથા પાવડો લઈને ફરિયાદી પાસે આવીને તેની સાથે બોલાચલી, ઝઘડો અને માથાકૂટ કરવામાં આવી હતી અને પ્રસંગ કરવા બાબતે બંને શખ્સોએ ફરિયાદી યુવાનની આઈ 20 કાર નંબર જીજે 13 એબી 6219 માં આગ લગાવી દીધી હતી અને 3.50 લાખ રૂપિયાની કિંમતની કારમાં નુકસાની કરેલ છે તથા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.

સ્પાના સંચાલક સામે ગુનો નોંધાયો

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ચોકડી પાસે ભૂદેવ પાનની બાજુમાં આવેલ ગણેશ ચેમ્બરમાં બીજા માળે બ્લુ બેલા સ્પા આવેલ છે તે સ્પાની અંદર કામ કરતા કર્મચારીઓની માહિતી અને બાયોડેટા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવ્યો ન હતો જેથી કલેકટરના જાહેરનામાના ભંગ બદલ સ્પાના સંચાલક રોહિતભાઈ તુસ્તોરામ રીયાંગ (32) રહે. હાલ ગણેશ ચેમ્બર બ્લુ બેલા સ્પા રફાળેશ્વર મૂળ રહે. મિઝોરમ વાળાની ધરપકડ કરી છે અને તેની સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News