મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડ ઉપર ઊંચાઈએથી પડી જતા યુવાનનું મોત


SHARE











મોરબીના રાજપર રોડ ઉપર ઊંચાઈએથી પડી જતા યુવાનનું મોત

મોરબી નજીકના રાજપર રોડ ઉપર આવેલ ઓઇલ મીલની છત ઉપરથી નીચે પડી જતા મૂળ રાજસ્થાની યુવાનનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ધવલ ઓઇલ મીલની છત ઉપરથી તા.૫-૬ ના વહેલી સવારે ૪:૩૦ વાગ્યાના અરસામાં કોઈ કારણોસર બાજુના ખેતરમાં નીચે પડી ગયેલ ડુંગરારામ હરગણરામ મેઘવંશી મારવાડી (ઉમર ૩૨) હાલ રહે.ધવલ ઓઇલ મીલના લેબર કવાટરમાં રાજપર રોડ મોરબી મૂળ રહે.ડેડુસર તા.ચૌટન જી.બાડમેર રાજસ્થાનનું મોત નિપજયુ હતું.જેથી તેના ડેડબોડીને અત્રેની સિવિલએ પીએમ માટે લાવવામાં આવ્યું હતું.હોસ્પિટલ ખાતેથી પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના બી.બી.ડાભી દ્રારા તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના જાંબુડીયા ગામ બાજુથી મોરબી બાજુ આવતા સમયે કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં ઉમેશભાઇ જીવણભાઈ કુંડારીયા (ઉમર ૪૮) રહે.આઠ ઓરડી વોરાબાગ પાછળ સામાકાંઠે મોરબી-૨ ને ઇજાઓ થતા અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના ઉમિયાનગર વિસ્તારમાં રહેતા બાબુભાઈ રાવળદેવ નામના ૨૦ વર્ષના યુવાનને લખધીરપુર રોડ અંદર દારૂના પોઇન્ટ પાસે મારામારીના બનાવમાં ઈજા તથા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો !

બાઈક-કાર અકસ્માત

સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવેલા ભરાડા ગામે રહેતા ચિરાગભાઈ ઈશ્વરભાઈ ભુવા નામનો ૨૩ વર્ષનો યુવાન ભરાડા ગામેથી અમદાવાદના થલતેજ બાજુ જતો હતો.ત્યારે રસ્તામાં આવેલા શિવાલિક વિલા પાસે તેના બાઈકને અજાણી કારના ચાલકે હડફેટે લેતા હાથના ભાગે ફેક્ચર જેવી ઈજા સાથે તેને અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે એલ.ઇ. કોલેજના રસ્તે બાઈકમાં પાછળના ભાગે બેસીને ભાઈની સાથે જતા સમયે બાઈકમાંથી નીચે પડી જતા કાંતાબેન કાંતિલાલ કીડીયા (ઉંમર ૫૬) રહે.શક્તિ સોસાયટી મોરબી ને ઇજા થતા તેઓને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News