મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ નજીકથી ૨૦૦ લિટર દેશીદારૂ સાથે એક પકડાયો: લીલાપર ગામે ઘર દારૂની ભઠ્ઠી સાથે બે શખ્સ ઝડપાયા


SHARE







મોરબીના બેલા ગામ નજીકથી ૨૦૦ લિટર દેશીદારૂ સાથે એક પકડાયો: લીલાપર ગામે ઘર દારૂની ભઠ્ઠી સાથે બે શખ્સ ઝડપાયા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે કારખાનાની સામેના ભાગમાં આવેલ વોંકળામાં જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 200 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 40 હજાર રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી તાલુકા વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં લેડસન સીરામીક સામે આવેલ વોંકળામાં જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી પ્લાસ્ટિકના 40 મોટા બુંગીયા મળી આવ્યા હતા જેથી કરીને 200 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો મળી આવતા 40 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અર્જુનભાઈ ઉર્ફે ટકો હીરાભાઈ ધોળકિયા (23) રહે. ઇન્દિરાનગર મેલડી માતાજીના મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

દેશીદારૂ ની ભઠ્ઠી
મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં ત્રિદેવનગરમાં રહેતા નિલેશ દેગામાના રહેણાંક મકાનમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 150 લીટર આથો તથા 15 લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય ભઠ્ઠીના સાધનો મળી આવતા પોલીસે કુલ મળીને 7,650 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી નિલેશભાઈ નાગજીભાઈ દેગામા (30) રહે. ત્રિદેવનગર લીલાપર રોડ મોરબી તથા જગદીશભાઈ જેસંગભાઈ ફીસડીયા (40) રહે. નીલકમલ નળિયાના કારખાના સામે લીલાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News